Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ફલ્લામાં દોઢ ઇંચ વરસાદ

(મુકેશ વરીયા દ્વારા) ફલ્લા તા.૧૭ : જામનગર તાલુકાના ફલ્લા ગામે ગઇ રાત્રીના પાંચ મી.મી. તથા આજે સવારથી દસ વાગ્‍યા સુધીમાં વધુ ૩૦ મીમી વરસાદ થયો છે.

આમ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે ફલ્લામાં કંકાવટી ડેમમાં નહીવત પાણીની આવક થઇ છે. ફલ્લાની નજીકના ગામોમાં પણ સારો વરસાદ થયો છે.

(5:01 pm IST)