Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

કેશોદ આઝાદ કલબ દ્વારા જિલ્લાકક્ષાની ચેસ સ્‍પર્ધા યોજાર્યં

 (કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદઃ આઝાદ ક્‍લબ કેશોદની આઝાદિના સમય થી વિવિધ પ્રકાર ની સામાજિક, સાંસ્‍કૃતિક આધ્‍યાત્‍મિક અને સ્‍પોર્ટ ક્ષેત્રે કામ કરતી ખૂબજ જુની N . G. O છે જેના નવા વરાયેલા પ્રમુખ હમીરસિંહ વાળ દ્વારા જીલ્લા કક્ષાની ચેસ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ સ્‍પર્ધા ત્રણ વિભાગમાં રાખવામાં આવેલ હતી જેમાં ઓપન સ્‍પર્ધા બહેનો માટે, અંડર ૧૪,તથા ઓવર ૧૪ જેમાં જિલ્લા ના ૧૨૬ સ્‍પર્ધકો એ ભાગ લીધો હતો દરેક વિભાગમાંથી પ્રથમ દ્વિતિય તથા ત્રીજા નંબર પર આવેલ સ્‍પર્ધકો ને ડાઙ્ઘ સાંગાણી હોસ્‍પિટલ દ્વારા શિલ્‍ડ, પ્રમાણપત્ર તથા ડાયાભાઈ દેસાઈ, પાઠક સ્‍કૂલ તરફથી ઇનામો આપવામાં આવ્‍યા હતા કાર્યક્રમને સફળ બનાવવા મહેંદ્ર ભાઇ સાંચલા, ટ્રસ્‍ટી જયેશ ભાઇ, દિનેશભાઇ કાનાબાર એ  જહેમત ઉઠાવી હતી, સ્‍પર્ધામાં નિર્ણાયક તરીકે જુનાગઢના સંજયભાઈ ચોલેરા અને હિતેશભાઈ વડોયાએ સેવાઓ આપી હતી.

(1:04 pm IST)