Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

જીલ્લામાં જુગારના ૮ દરોડાઃ ૪પ પત્તાપ્રેમી પકડાયા

રામોદમાં ૪, જેતપુરના ખારચીયા ગામે ૯, પેઢલા ગામે ૪, ગોંડલમાં ૪, મહિલા સહિત ૭, ભાયાવદરમાં ૬, અરણી ગામે ૭, મોટીપાનેલીમાં પ અને મોટા દડવામાં ૩ શખ્‍સો પત્તાટીંચતા પકડાયા

રાજકોટ તા. ૧૭ : સાતમ-અઠમના પર્વ પૂર્વ જ જુગારની મૌસમ ખીલી હોય તેમ જીલ્લામાં અલગ-અલગ આઠ દરોડામાં ૪ મહિલા સહિત ૪પ પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડોમાં કોટડાસાંગાણી પોલીસે રામોદ ગામે રેઇડ કરી જાહેરમા઼ જુગાર રમતા (૧) સુરેશ દેવાયતભાઇ વાઘેલા,રામોદ, (ર) સંજય વિનોદભાઇ વાઘેલા, રામોદ (૩) વિજય વિનોદભાઇ વાઘેલા, રામોદ (૪) મુકેશ દેવાયતભાઇ વાઘેલા, રે.તમામ રામોદને રોકડાને રૂા.પ૭,૯૦૦ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા. બીજા દરોડોમાં જેતપુર તાલુકા પોલીસે ખારચીયા, ગામે પાટીની સીમમા જુના થાણાગાલોલના કેડે અનીલ સમંરીયાની વાડીમાં રેઇડ કરી ઓરડીમાં જુગાર રમતા (૧) અનીલ સુભાષભાઇ સાકરીયા, (ર) હેમંત ચિમનભાઇ ધુળકોડીયા, (૩) મગનભાઇ વિરજીભાઇ ભેડા, (૩) મગનભાઇ શંભુભાઇ સેંજલીયા, (પ) સતીષ રણછોડભાઇ સાકરીયા (૬) હરેશભાઇ ચનાભાઇ મકવાણા રે. તમામ ખારચીયા તથા  (૭) બીપીન ભુતપભાઇ ચાવડા, (૮) મહાવીર જીલુભાઇ ખુમાણ, અને (૯) નિરવ જીલુભાઇ ખુમાણ રે. ત્રણેય અમરાપરને રોકડા રૂા. ૩૯,૬પ૦ અને ગંજીપત્તા સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી હતી.

ત્રીજા દરોડોમાં જેતપુર તાલુકા પોલીસે પેઢગલા ગામે  શંકરના મંદિર પાસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) ભૂપત નાનજીભાઇ ગોહેલ, (ર) રમેશ ભીખુભાઇ મકવાણા, (૩) વિપુલ રણછોડભાઇ ડાબસરા તથા (૪) રમેશ ભનુભાઇ ચૌહાણ રે. તમામ પેઢલાને રોકડા રૂા. ૧૦૪૧૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

ચોથા દરોડોમાં ગોંડલ સીટી પોલીસે ગોંડલ વૃંદાવન પાર્ક-૩ શિહોરી પાનવાળી શેરીમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) સ્‍મીતાબેન સંજયભાઇ વઘાસીયા, (ર) હર્ષિતાબેન ઉર્ફે હર્ષાેબેન દિનેશભાઇ અમુભાઇ પોપટ (૩) કાજબલબેન સંદીપભાઇ મનજીભાઇ પરમાર, (૪) નિશાબેન દિનેશભાઇ પોપટ (પ) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર રે. તમામ ગોંડલ તથા (૬) વિવેક અનિલભાઇ મહેતા રહે. જામનગર સિધ્‍ધી વિનાયક પાર્ક શેરી નં. ૧ અને (૭) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને રોકડા રૂા. ૧૦૩૧૦અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

પાંચમા દરોડોમાં ભાયાવદર પોલીસે ભાયાવદર વાવડીનેશ સીમમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) અજય પુજાભાઇ ભારાઇ, (ર) હિરા ગીગનભાઇ ખાંભલા (૩) વેજા વગડભાઇ ખાંભલા, (૪) ભાયા રામભાઇ ચાવડા (પ) બીજલ ગોપાલભાઇ રૈગા તથા (૬) ગોપાલ ઘનશ્‍યામભાઇ મોરી રહે. બધા ભાયાવદર, વાવડી નેશને રોકડા રૂા. ૧૪,ર૮૦ અનેગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.

છઠ્ઠા દરોડોમાં ભાયાવદર પોલીસે અરણી ગામે પટેલ સમાજની સામેની શેરીમાં રેહતા રીકેન અશોકભાઇ વૈશ્નાણીના મકાન પાસે રેઇડક રી જાહેરમાં જુગાર રમતા (૧) રીકેન વૈશ્વાણી (ર) મહેશ રામશીંગભાઇ કટારા, (૩) દિલીપ પારૂભાઇ વાંખલા, (૪) વિનુ પારૂભાઇ વાંખલા, રહે. તમામ અરહત ગામ તથા (પ) દિનેશ મંગાભાઇ ભાંભોર રહે. ભાયાવદર ગામની સીમ (૬) રાજુ નાનાભાઇ વાંખલા રહે.ભ ાયાવદર ગામની સીમ તથા (૭) અજય હીરાભાઇ વાઘ રહે. અરણી તા. ઉપલેટાને રોકડા રૂા. ૧૧૭૪૦ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.

સાતમાં દરોડોમાં ભાયાવદર પોલીસે મોટી પાનેલી ગામે જુના કોળીવાસમાં ચોકમાં રેઇડ કરી જાહેરમાં થતા ટીંચતા (૧) બધા રાણાભાઇ ભારાઇ (ર) મનસુખ ધનજીભાઇ વિરમગામા, (૩) પ્રકાશ જેન્‍તીભાઇ જાદવ, (૪) હાજી હારૂનભાઇ સુંભણીયા તથા (પ) અશ્વિન બટુકભાઇ પરમાર રે. તમામ મોટી પાનેલીનેરોકડા રૂા. ર૭,પપ૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આઠમાં દરોડોમાં આટકોટ પોલીસે મોટા દડવા ગામે રાજપીપળાની ગારીના બાવળની જાળીઓમાં રેઇડ કરી જુગાર રમતા (૧) શૈલેષ છગનભાઇ સાવલીયા (ર) ગંડુ પારસિહ ગણાવા, તથા (૩) દિપક સામતભાઇ મેવાડા મોટાદડવા, કાનપર ચોકડીને રોકડા રૂા. ૧૦ર૯૦ અને ગંજીપત્તા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.  

(12:06 pm IST)