Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

મોટી પાનેલીમાં જોરદાર મેઘ મહેરઃ કલાકમાં અઢી ઇંચઃ બજારો પાણી પાણી ખેતરો તળાવમાં ફેરવાયા

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી,તા. ૧૭ : ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં સાંજે બેફામ વરસાદ જતા એક કલાકમાં જ અઢી ઇંચ જેવો વરસી ગયો છે. સાંજે સાત વાગ્‍યે વરસાદે જોરદાર શરૂઆત કરી જે આઠ વાગ્‍યા સુધી બેફામ વરસતો રહ્યો બાદમાં ધીમીધારે ચાલુ રહેલા અઢી ઇંચ વરસી જતા બજારો નદીઓમાં ફેરવાઇ ગયેલ. ખેતરો તળાવ બન્‍યા હતા આજુબાજુના સાતવડી માંડાસણ હરિયાણા વાલાસણ ઝાર ખારચીયામાં પણ દોઢથી બે ઇંચ જેવો વરસાદ પડયો ફુલઝર ડેમમાં પાણીની આવક થતા સપાટી ૪૭ ફુટ જેવી થતા પાનેલને પીવાના પાણી માટે રાહત થઇ ગયેલ છે.

(11:55 am IST)