Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

કોટડાપીઠામાં તિરંગા યાત્રા

 કોટડાપીઠા : બાબરા તાલુકાના કોટડાપીઠામાં આઝાદી કા અમુત મહોત્‍સવ અંતર્ગત ભાજપ દ્વારા આયોજન કરાયું હતું. આ તિરંગા યાત્રા મુખ્‍ય માર્ગો પર ભારતમાતા કી જયના નારા સાથે ફરી હતી. ભાજપ દ્વારા આ તિરંગા યાત્રા ખંભાળાથી સુખપર, વાંકિયા, વાવડા, કોટડાપીઠા, ઉંટવડ, ચરખા થઇને બાબરા પહોંચશે. બાબરા તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઇ રાખોલીયા, મહામંત્રી કલકાણી, મહેશભાઇ ભાયાણી, મેવાડા, દિપકભાઇ કનૈયા, વિનુભાઇ ડોલરીયા, ઘનશ્‍યામભાઇ રૂડકિયા, રમેશભાઇ ચાવડા, પથુભાઇ બસીયા, પાનસડાનાં નારણભાઇ નાગર, પ્રફુલભાઇ ગજેરા સહીતના અનેક કાર્યકરો તિરંગા યાત્રામાં  જોડાયા હતા.(તસ્‍વીર-અહેવાલ : ભરત મહેતા કોટડાપીઠા)

(11:46 am IST)