Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

કોટડાસાંગાણીમાં સ્‍વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી

કોટડાસાંગાણીઃ સરપંચ ભરતભાઇ રાઠોડના હસ્‍તે સ્‍વાતંત્ર્ય પર્વે ધ્‍વજવંદન કરવામાં આવ્‍યુ હતું. પૂર્વ ધારાસભ્‍ય ચંદુભાઇ વઘાસિયાએ પ્રવચન કર્યું હતું. ઉપસરપંચ ધવલભાઇ વઘાસિયા, બસીરભાઇ બાંગા, મુકેશભાઇ ચાવડા તથા ગ્રામપંચાયતના સદસ્‍ય નિલેષભાઇ વાઘસિયા, રાવજીભાઇ શેખલિયા, પરેશભાઇ ભૂત, અલ્‍પેશભાઇ સોજીત્રા, અંબાભાઇ દાફડા, અવનરભાઇ લાડકા, કાનજીભાઇ સાવલિયા તેમજ સ્‍કૂલના આચાર્યશ્રીઓ  શિક્ષકો, વિદ્યાર્થીઓ  ગ્રામજનો હાજર રહ્યા હતા. તેમજ મેદાનમાં દેશભકિતના નારા સાથે ગુંજી ઉઠયું હતું. સંચાલન ગ્રામપંચાયત દ્વારા કરાયું હતું.

(11:44 am IST)