Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

દેશના ભાગલા પાડનાર મહમદઅલીના ગાલ પર તમાચો કલંકનો કાળો ધબો ભૂંસવા ઝીણાના વતન મોટી પાનેલીમાં બાળકોએ ૫૫૧ ફૂટ લાંબો તિરંગો લહેરાવ્‍યો

૧૪ ઓગસ્‍ટ અખંડ ભારત ગૌરવ દિન ની ધમાકેદાર ઉજવણીઃ હજારોની સંખ્‍યામાં લોકોએ ભારત માતાનો જયઘોષ કર્યો

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી,તા.૧૬ :  મોટી પાનેલી ગામ એટલે દેશના આઝાદીના ઇતિહાસ સાથે ધરોબો ધરાવતું ગામ દેશ આઝાદ થયો ત્‍યારથી હરહંમેશ પાનેલી ગામનું નામ પળે પળે સમાચાર ચેનલોમાં કે પેપરોમાં ચમકતું રહે છે જેની પાછળ પાનેલી ગામ એક એવા કલંક રૂપી વ્‍યક્‍તિની જન્‍મભૂમિ છે કે જે શખ્‍સે અખંડ ભારતના ભાગલા પડાવ્‍યા હતા, વાત છે મુસ્‍લિમ લીગ ના સ્‍થાપક અને દેશના ભાગલા પાડનાર મહમદઅલી ઝીણાની જેનો જન્‍મ પાનેલી મોટી માં થયો હતો જેનું પુશ્‍તેની મકાન આજેપણ પાનેલીમાં મોજુદ છે આવા વ્‍યક્‍તિ એ પાનેલીમાં જન્‍મ લીધો તે પાનેલી માટે કાળા ધબ્‍બા સમાન કલંક રૂપી વાત છે પરંતુ મોટી પાનેલી ગામની શ્રી સરસ્‍વતી ધામ શાળાના બાળકોએ આઝાદીકા અમળત મહોત્‍સવ નિમિતે ચૌદ ઓગસ્‍ટ ના રોજ અખંડ ભારત ગૌરવ દિન તરીકે ઉજવણી કરી પાંચસો એકાવન ફૂટ લાંબો તિરંગો આન બાન શાન સાથે લહેરાવ્‍યો સાથે ભારતમાતા અને વિશાળ ભારત દેશના નકશાની કળતિ સાથે સમગ્ર તિરંગા યાત્રાને ગામની મુખ્‍ય બજારોમાં લહેરાવી ઝીણા ના કલંક ઉપર જોરદાર તમાચો મારી અખંડ ભારત ગૌરવ દિન ઉજવવા સમગ્ર પાનેલીના ગ્રામજનો હજારોની સંખ્‍યામાં ઉમટી પાડ્‍યા હતા.

ગ્રામજનોને ચોકલેટ વિતરણ કરી મીઠાં મોઢા કરાવેલ રાષ્ટભાવના ના આ પર્વમાં બેન્‍ડ પાર્ટી ડીજે સાથે ફટાકડાની ધૂમ મચાવી ભારતમાતા નો બુલંદ જયઘોષ પોકારાયો હતો ગ્રામજનોએ જોશપૂર્વ તિરંગાયાત્રાને વધાવવા અગાસી ઉપરથી ખોબલે ખોબલે  ફૂલો થી વધાવી હતી સમગ્ર યાત્રા પથ ઉપર બાળકોએ વંદેમાતરમ અને ભારતમાતાકી જય ના નારા લગાવી લોકોમાં પ્રચંડ રાર્ષ્‍ટ્રભાવના જગાવી હતી ઝીણા ના કરતૂત ને ભૂલી પાનેલીની પ્રચંડ રાષ્‍ટ્રભાવના ને યાદ રાખે તેવી બુલંદ દેશભક્‍તિ નજરે ચડી હતી સમસ્‍ત મુસ્‍લિમ સમાજ પણ આ રાષ્‍ટ્રીય પર્વમાં ઉમંગ પૂર્વક જોડાઈને તિરંગાયાત્રાને સન્‍માનિત કરી યાત્રામાં જોડાનાર તમામ બાળકોને સરબત વિતરણ કરવામાં આવેલ તિરંગા યાત્રામાં સ્‍વામિનારાયણ સ્‍વામી શ્રી હરિવલ્લભદાસજી ઉપસ્‍થિત રહી યાત્રાને પ્રસ્‍થાન કરાવેલ પાનેલી માટે ગૌરવદિન હોય બહોળી સંખ્‍યામાં લોકો વતન પાનેલીમાં પધારી યાત્રામાં જોડાયા હતા નિવળત શૈનિકો એ પણ તિરંગાને સલામી આપી ભારતમાતાનો જયઘોષ કર્યો.

આ પ્રસંગે અનેક રાજકીય સામાજિક અગ્રણીઓ સાથે ગામઆગેવાનો સરપંચશ્રી સહિતના તમામ સંસ્‍થા સમાજના અગ્રણીઓ તેમજ જિલ્લા તાલુકાના આગેવાનો જોડાયા હતા. મહિલા મોરચાના અગ્રણી મહિલાઓ સાથે પાનેલી મહિલા મંડળીના બહેનોએ પણ ભાગ લીધો હતો.સાથેજ ભાયાવદર પાનેલી પોલીસ સ્‍ટાફ ખડેપગે રહી બંદોબસ્‍ત કરી ટ્રાફિક વ્‍યવસ્‍થા કાયમ કરેલ.તિરંગાયાત્રાને સફળ બનાવવા ગામના તમામ અગ્રણીઓએ સહકાર આપેલ સાથેજ શ્રી સરસ્‍વતી ધામ શાળાના સ્‍ટાફના બહેનો બાળકો તેમજ ચિંતન માખેચા, આશીફ મેર, વિજય પરમાર, હિતેશ દરજી, દિવ્‍યેશ ચાવડા વગેરે મિત્રોએ જહેમત લઈને પાંચસો એકાવન ફૂટ તિરંગો તૈયાર કરી ભારતમાતાની કળતિ સાથે વિશાળ ભારત દર્શનની કળતિ તૈયાર કરેલ યાત્રામાં સામેલ તમામ પ્રજાજનો,આગેવાનો, સંતો, અગ્રણીઓ, શૈનિકો બહારગામ થી ખાસ ઉપસ્‍થિતિ રહેનાર તમામ અગ્રણી રાજકીય આગેવાનો, વતનપ્રેમીઓ, પત્રકાર મિત્રો, મહિલા મોરચાના આગેવાનો સાથે બંદોબસ્‍તની સુંદર વ્‍યવસ્‍થા રાખનાર ભાયાવદર પાનેલી પોલીસ સ્‍ટાફનો શાળા સંચાલકશ્રીએ આભાર વ્‍યક્‍ત કરેલ.

(11:42 am IST)