Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ઉના-ગીરગઢડાને પીવાનું પાણી પુરૂ પાડતો રાવલ ડેમ, ઓવરફલોની તૈયારીમાં

ડેમના નીચાણવાળા વિસ્‍તારના ૧૬ થી વધુ ગામોને સાવચેત કરાયા

(નવીન જોશી દ્વારા) ઉના તા.૧૭ : ઉના - ગીરગઢડાને સીંચાઇ તથા પીવાનું પાણી પુરૂ પાડતો રાવલ ડેમ છલકાવાની તૈયારીમાં ૧૭૯૦ મીટર ભરાયો ગમે ત્‍યારે દરવાજા ખોલાશે,  ડેમના નીચાણવાળા વિસ્‍તારોના ૧૬ થી વધુ ગામોને સાવચેત કરાયા છે.

ઉના-ગીરગઢડા - દિવને પીવાનું પાણી પુરૂ પાડતો તથા ઉના ગીરગઢડાને ખેતીની સિંચાઇનું પાણી પુરૂ પાડતો રાવલ ડેમમાં ૩ દિવસે ભારે વરસાદ વરસતા જંગલમાં વરસાદ પડતા રાવલ ડેમમાં પાણીની આવક આવતા ૧૭-૯૦ મીટર ભરાઇ ગયો છે. રાવલ ડેમની ઉંડાઇ ૧૯ મીટર છે.

હાલ ડેમમાં ર૧.૪૦પ૯ મી. ધ.મી જીવંત જથ્‍થો છે. ૧૪૭.પપ મી. ફલડ મેમો રેન્‍ડમની ગાઇડ લાઇન મુંજબ ડેમનું રૂલ લેવલ જાળવવા ગમે ત્‍યારે દરવાજા ખોલવા ચેતવણી આપી છે. હાલ ર૭૭ કયુસેકની આવક ચાલુ છે. તેથી રાવલ ડેમ હેઠળ આવતા ચીખલકુબા, જશાધાર, ધોકડવા, મોહબતપરા, કાંધી, મોટા સમઢીયાળા, પડા પાદર, પાતાપુર, ઉમેજ, સામતેર, કાણકબરડા, રામેશ્વર, ગરાળ, ચોઠા, સંજવાપુર, માણેકપુર, સનખડા, ખત્રીવાડા, ગામોને નદીમાં અવર જવર ન કરવા બંન્‍ને કાંઠે રહેતા લોકોએ સલામત જગ્‍યાએ રહેવું તેવી ચેતવણી આપી છે.

(11:37 am IST)