Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

કચ્છના લખપતમાં ૪ : આમરણ ચોવીસી પંથકમાં ૩ થી ૫ ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં સર્વત્ર મેઘાવી માહોલ સાથે વરસતો વરસાદ

રાજકોટ તા. ૧૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે હળવો - ભારે વરસાદ વરસી જાય છે. ગઇકાલ સાંજથી આજે સવારના ૧૦ વાગ્યા સુધીમાં ઝાપટાથી માંડીને ૪ ઇંચ સુધી વરસાદ પડી ગયો છે.
જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના લખપતમાં ૪ ઇંચ વરસાદ પડયો હતો.
ભુજ
(વિનોદ ગાલા દ્વારા) ભુજ : હવામાન વિભાગે સાયકલોનિક સરકયુલેશન ના ફેરફારને કારણે કચ્છમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગાહીના પગલે કચ્છના વહીવટી તંત્ર એ પોતે એલર્ટ હોવાનો દાવો કરી લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. પરંતુ તાલુકા અને જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા વરસાદના આંકડાઓની માહિતી બાબતે ધાંધિયા છે. દરમ્યાન સમગ્ર કચ્છમાં વાદળ છાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ વચ્ચે છૂટો છવાયો વરસાદ છે.ઙ્ગ દરમ્યાન લખપતમાં ૪ ઈંચ, રાપરમાં ૨ ઈંચ, અંજાર, ભુજમાં ૧ ઈંચ તેમ જ કચ્છના અન્ય તાલુકાઓમાં ઝરમર ઝરમર વરસાદ છે.
કોડીનાર
(અશોક પાઠક દ્વારા) કોડીનાર : ઙ્ગકોડીનાર તાલુકામાં છેલ્લા ૨૪ કલાકથી સતત વરસાદ વરસતાઙ્ગ વધુ ૫ ઇંચ વરસાદ થયો થયો છે. કોડીનારમાં છેલ્લા ઘણા દિવસો થી અવિરત વરસાદ વરસી રહ્યો છે. રહ્યું છે, ત્યારે આજે સાંજના ૬ વાગ્યા સુધીમાં ૫ ઇંચ વરસાદ નોંધાયો છે. સમગ્ર દિવસ દરમિયાન એકધારો સતત ચાલુ રહેલા ઝરમર વરસાદને કારણે અનેક વિસ્તારો અને સોસાયટીઓમાં અને રસ્તાઓ ઉપર કાદવ કિચડનું સામ્રાજય છવાયું છે. કોડીનારમાં આજના ૫ ઇંચ વરસાદની સાથે મૌસમનો કુલ વરસાદ ૫૩ ઇંચ (૧૩૧૩ મી.મી.) નોંધાયો છે. કોડીનાર તાલુકાના ગીર જંગલના નજીકના ગ્રામ્ય વિસ્તારો, ઘાટવડ, જામવાળા, છાછર, સુગાળા, વડનગર, સીધાંજ, કંટાળા, ગીર દેવળી, વાલાદર, સાંઢણીધાર, અરણેજ, ફાચારિયા, પેઢાવાળા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ થતા ૨ થી ૪ ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે જગતના તાત પોતાના મોંઘા મોલ(પાક)ને બચાવવા પોતાના ખેતરોમાં મોટરો મૂકી પાણી બહાર કાઢવા ના પ્રયત્નો કરી રહ્યો છે સતત પડી રહેલા વરસાદ થી મોટાભાગ નો પાક નિષ્ફળ જવા ની ભીતિ સેવાઈ રહી છે.
ઙ્ગજયારે કોડીનારના જીવાદોરી સમાન શિંગોડા ડેમમાંઙ્ગ મૌસમનો કુલ વરસાદ ૪૪ ઇંચ (૧૧૦૦ મીમી) નોંધાયો છે તેમજ છેલ્લા ૧૦ દિવસથી ડેમ ૯૦% ભરાઈ જતાં એક દરવાજો અડધો ફૂટ ખુલ્લો રાખ્યો છે.
આમરણ
(મહેશ પંડયા દ્વારા) આમરણ : આમરણ ચોવીસી પંથકમાં ગત મોડી રાત્રીથી આજ સવાર સુધીમાં ૩ થી ૫ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. હજનાળી પાસેના વોંકળામાં ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળતા આજે પાંચમી વખત જામનગર - કચ્છ કોસ્ટલ હાઇવે પરનો વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. વોંકળાના બંને કાંઠે બે કિ.મી. લાંબી વાહનોની કતાર લાગી ગઇ છે.
બેલા - ફડસર - રાજપર ગામોમાં ૫ ઇંચ ધોધમાર વરસાદ પડી ગયો છે. જ્યારે આમરણ, ખારચીયા, ઝિંઝુડા, કેરાળી, માવનુગામ, અંબાલા, જામદુધઇ, કોઠારીયા, માણામોરા, ભીમકટા, જામસર, પાડાબેકડ વગેરે ગામોમાં ૪ ઇંચ પાણી પડયું છે. તથા ધુળકોટ, બાદનપર, ઉટબેટ ગામે ૩ ઇંચ વરસાદ પડી ગયો છે.
મોરબી
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી : મોરબી જિલ્લામાં જુલાઈ ઙ્ગમહિનાની સરખામણીમાં ઓગસ્ટનો પ્રારંભ વરસાદ માટે શુકનવંતો થયો છે મંગળવારે જિલ્લાના તમામ તાલુકા, શહેરોમાં હળવા ભારે ઝાપટાં સિવાય નોંધપાત્ર વરસાદ પડ્યો ન હતો અને એકંદરે વરાપ રહ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં મોરબીમાં ૫૦ મિમી, ટંકારા ૪૨ મિમી, માળીયામાં ૫ મિમી, વાંકાનેરમાં ૭ મિમી અને હળવદમાં ૯ મિમી જેટલો વરસાદ નોંધાયો હતો.
મોરબી જિલ્લામાં આજે સવારથી આકાશ વાદળોથી ગોરંભાયું હતું. પરંતુ કેટલાક વિસ્તારમાં માત્ર છાંટા જ પડ્યા હતા. હાલમાં ભેજનું પ્રમાણ વધારે રહેતું હોવાને કારણે ગરમી અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે. નોંધનીય છે કે હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજયમાં પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. આ દરમિયાન માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
સુરેન્દ્રનગર
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લા પર બે દિવસથી મેઘરાજા મહેરબાન રહ્યા હતા. જેમાં સ્વતંત્રતા દિવસના રોજ વરસાદી વાતાવરણ વચ્ચે જિલ્લાભરમાં વરસાદ થયો હતો.જે બીજા દિવસે પણ ચાલુ રહેતા મંગળવારના રોજ પણ વરસાદી ઝાપટા થવા પામ્યા હતા.
આથી જિલ્લામાં ૨ દિવસમાં કુલ ૧૪૧ મીમી વરસાદ થઇ જવા પામ્યો હતો. જેમાં સૌથી વધુ ચોટીલામાં દોઢ ઇંચ એટલે કે ૩૮ મીમી વરસાદ થયો હતો.જયારે ચુડા, થાન, દસાડા, મૂળી, લખતર, લીંબડી, વઢવાણ, સાયલા સહિતના તાલુકાઓમાં હલકી ફુલકા ઝાપટા થયા હતા.
આ દરમિયાન હવાની ગતિ ૧૪ કિમી અને ભેજનું પ્રમાણ ૯૨ ટકા રહેતા જિલ્લાવાસીઓને ગરમીથી રાહત મળવા સાથે ઠંડકભર્યું વાતાવરણ છવાયુ હતુ. જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો એવરેજની સરખામણીએ ૬૨.૧૫ ટકા વરસાદ થઇ ચુકયો છે.
 હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા બુધવાર અને ગુરૂવાર દરમિયાન વાદળ છાયુ વરસાદી અને શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. જયારે આ દરમિયાન હવાની ગતિ ૧૪થી ૨૭ સુધી વધઘટ અને હવામાં ભેજ ૭૨થી ૮૬ ટકા સુધી રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે

 

(11:36 am IST)