Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ગોંડલ વિજ કચેરીમાં ધ્‍વજવંદન

 ગોંડલઃ ૨૨૦ કે. વી સબસ્‍ટેશન ખાતે ભારત દેશની આઝાદીનુ ૭૬મુ વર્ષ આ ૭૬મા સ્‍વતંત્ર પર્વની ઉજવણી સર્કલ ઓફિસ જેટકોના વડા અધિક્ષક ઇજનેર એસ.જી કાંજીયા તથા વિભાગીય કચેરી ના કાર્યપાલક ઇજનેર પી. કે અઢિયા દ્વારા રાષ્ટ્રધ્‍વજ લહેરાવીને સલામી આપી ધ્‍વજવંદન કરવામાં આવ્‍યું તેમજ કર્મચારીગણ દ્વારા દેશભકિતના નારા લગાવીને દેશપ્રેમ વ્‍યકત કર્યો હતો. આ પર્વની ઉજવણીમા બહોળી સખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે ઇજનેર મિત્રો તથા કલેરીકલ સ્‍ટાફ તથા લાઈન સ્‍ટાફ સહિતનાઓને નાયબ ઇજનેર આર. એચ. ધીનૈયા એ. એમ સોજીત્રા દ્વારા ઉપસ્‍થિત રહેલ દરેક કર્મચારીગણની સ્‍વતંત્ર પર્વની શુભેચ્‍છા પાઠવી હતી.(તસ્‍વીર-અહેવાલઃ હરેશ ગણોદીયાઃ ગોંડલ)

 

(10:50 am IST)