Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

બાબરામાં છેતરપીંડીનો આરોપી ઝબ્‍બે

અમરેલી : સી.આઇ.ડી. ક્રાઇમ સુરત ઝોન પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૦૮/૨૦ આઇ.પી.સી. કલમ ૪૦૬,૪૦૯,૪૨૦ વિ. મુજબનાં ગુન્‍હાનાં કામનો આરોપી જનકભાઇ હિંમતભાઇ ગજેરા રહે. ૩૦ રામદેવ સોસાયટી સીમાડા ગામ, સુરત વાળો પોતાના મુળ ગામ ઇંગોરાળા તા.બાબરા જી.અમરેલી વાળાને પો.ઇન્‍સ. જે.ડી.ડાંગરવાલાને બાતમીના આધારે બાબરા ટાઉન શાહ પેટ્રોલ પંપ પાસેથી ઉપરોકત ઇસમને બાબરા પો.સ્‍ટે.ની ટીમ દ્વારા વોચ ગોઠવી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી સારૂ સી.આઇ.ડી.ક્રાઇમ ઝોન સુરત નાઓને સોંપી આપવા તજવીજ કરેલ છે. ઉપરોકત પરીણામલક્ષી કામગીરી પોલીસ ઇન્‍સ્‍પેકટર બાબરા પોલીસ સ્‍ટેશનનાઓ તથા બાબરા પોલીસ સ્‍ટેશનના સર્વેલન્‍સ સ્‍ટાફએ કરેલ છે.

 

(10:48 am IST)