Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ઓખા ખાતે અલગ અલગ જગ્‍યાએ ૧૫મી ઓગષ્‍ટની ઉજવણી

ઓખા : ઓખા ખાતે અલગ અલગ જગ્‍યાએ ૧૫મી ઓગષ્ટની ઉજવણી કરવામાં આવેલ.ઓખા નગરપાલિકા સંચાલિત સ્‍કૂલ ખાતે ધ્‍વજવંદન કરવામાં આવેલ અને ત્‍યાં સાંસ્‍કૃતિક કાર્યક્રમ કરવામાં આવેલ છે.ઓખા નગરપાલિકા સ્‍કૂલ એ કું. મુસ્‍કાન ના હસ્‍તે ધ્‍વજવંદન કરવામાં આવેલ.તેમજ ઓખા નગરપાલિકા દ્વારા ઓખાના લાલા લજપતરાય ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે કરવામાં આવેલ. ઓખા ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે નગરપાલિકાઓ રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશનર ડો. ધિમંતકુમાર વ્‍યાસ ના હસ્‍તે કરવામાં આવેલ.જે અંતર્ગત કમિશનર એ વિકાસ કરેલ કાર્યની વાત કરેલ.તેમજ સ્‍કૂલના વિદ્યાર્થી એ અલગ અલગ સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજુ કરેલ હતા.આ તકે ઓખા નગરપાલિકાના પ્રમુખ ઉષાબેન ગોહીલ,ઓખા નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ સુરેશભાઈ ગોહીલ,ઓખા નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ ચેતનભા માણેક, ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉદય નસીત,દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મોહનભાઇ બારાઈ, ઓખા નગરપાલિકાના કારોબારી ચેરમેન રાજુભાઇ કોટક,ઓખા નગરપાલિકાના શાસક પક્ષના નેતા મુકેશભાઈ પાંજરીવાલા,ઓખા નગરપાલિકાના સદસ્‍યશ્રીઓ, દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ વિશાલ પીઠીયા, ઓખા શહેર મહિલા મોરચાના પ્રમુખ કૌશલ્‍યાબેન ફોફંડી,ઓખા ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રવીણભાઈ ગોકાણી,ઓખા વેપારી અગ્રણી અનુપમભાઈ બારાઈ,ઓખા ગ્રેઇન મર્ચન્‍ટ એસોસિએશનના ઉપપ્રમુખ કે.ટી.સુતરીયા,જીવદયા ના પ્રમુખ જગદીશભાઈ શાષાી તેમજ વેપારી મિત્રો અને ગ્રામ જનો હાજર રહ્યા.નગરપાલિકાના સ્‍ટાફ દ્વારા ઉત્‍કૃષ્ટ કામગીરી કરનારને સર્ટિફિકેટ આપી સન્‍માનિત કરવામાં આવેલ.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નગરપાલિકાના કર્મચારી રમેશભાઈ ડાભી તેમજ ઓખા નગરપાલિકાના સેનેટરી ઇન્‍સ્‍પેક્‍ટર રાજેશભાઇ માણેક તેમજ તેમની સાથે સ્‍કૂલના ટીચર પૂજાબેન દવે એ કરેલ. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઓખા નગરપાલિકા ના પ્રમુખ સદસ્‍યશ્રીઓ તેમજ ઓખા નગરપાલિકા ના સ્‍ટાફ એ જહેમત ઉઠાવી હતી. (તસ્‍વીર-અહેવાલ : ભરત બારાઇ -ઓખા)

(10:20 am IST)