Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ઇન્ડિયન લાયોનેસ ક્લબ-નીલકંઠ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ઓપન મોરબી ભારત જ્ઞાન સ્પર્ધા યોજાઇ.

મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતી ઇન્ડિયન લાયોનેસ ક્લબ તેમજ નીલકંઠ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓને પોતાના દેશ ભારત વિશે વધુને વધુ ઊંડાણપૂર્વક માહિતી મળે તેમ જ ભારતની શૌર્ય ગાથાનો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે તે હેતુથી પ્રશ્નોત્તરીની 25 માર્ક્સની સ્પર્ધા રાખવામાં આવી હતી.

આ લેખિત સ્પર્ધામાં નીલકંઠ વિદ્યાલય તેમજ મોરબીની ઓમ શાંતિ સ્કૂલ નાલંદા વિદ્યાલય તેમજ અન્ય અગ્રણી સ્કૂલો માથી 700 જેટલા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ત્રણ કેટેગરી રાખવામાં આવી હતી. દરેક કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય તેમજ વધારાના પ્રોત્સાહિત ઇનામો એમ કુલ 40 જેટલા ઇનામો આપવામાં આવ્યા હતા. બાળકોના ભારત માતા પ્રત્યેના પ્રેમ તેમજ નજીકના ભવિષ્યમાં થનાર જવાબદાર નાગરિક તરીકેની ફરજો સમજી બાળકોએ જે સુજબૂજથી પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા તે જોઈએ નીલકંઠ સ્કૂલના શિક્ષકો ,મેનેજમેન્ટ ટ્રસ્ટીઓ તેમજ ઇન્ડિયન લાયોનેસ ક્લબના તમામ હોદ્દેદારો તેમજ મેમ્બરોએ બાળકોની બુદ્ધિ માતાને બિરદાવી હતી.
કાર્યક્રમની શરૂઆત સમગ્ર મોરબી જિલ્લામાં કોમર્સ વિભાગમાં પ્રથમ આવેલ નીલકંઠ સ્કૂલના વિદ્યાર્થી તેમજ મોરબી ઇન્ડિયન લાયોનેસ પ્રેસિડેન્ટ ઈલા નયનાબેન બારા તેમજ બધા મેમ્બરે ધ્વજ વંદન કરી કરી હતી ત્યારબાદ રાષ્ટ્રગાન તેમજ ઇન્ડિયન લાયન્સ એન્થમ સોંગનું સમૂહમાં ગાન કરવામાં આવ્યું હતું. જ્ઞાન ચકાસણીની સ્પર્ધા ઉપરાંત બધા બાળકોએ મટકી ફોડ રાસ ગરબા તેમજ વિવિધ વેશભૂષાઓમાં ઉતસાહ પૂર્વક ભાગ લીધો હતો સમગ્ર કાર્યક્રમને વ્યવસ્થિત રીતે પૂરો પાડવા માટે નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈલા શોભનાબા ઝાલાએ તેમજ iPod ઈલા પ્રીતિબેન દેસાઈએ નીલકંઠ સ્કૂલ મેનેજમેન્ટનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા વાઈસ પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા, નેશનલ બોર્ડ મેમ્બર પ્રફુલ્લાબેન સોની, સેક્રેટરી પૂનમબેન હિરાણી, ટ્રેઝરર પુનિતાબેન છૈયા, કામિનીબેન સિંગ, કવિતાબેન મોદાણી, બબીતાબેન, બબલીબેન મનીષાબેન, કુસુમબેન, ચેતનાબેન પંચાલ, ચેતનાબેન અગ્રવાલ, માલાબેન કક્કડ, પૂર્વીબેન શાહ તેમજ અન્ય મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી.

(12:40 am IST)