Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

મોરબી જિલ્લા કક્ષા સ્વાતંત્રપર્વની ઉજવણી ખાતે ત્રણ શિક્ષકોનું વિશિષ્ઠ સન્માન કરાયું.

વાંકાનેર ખાતે 76માં મોરબી જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ગરીમાસભર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમ્યાન વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર કર્મચારીઓનું સન્માન કરાયું હતું.

જેમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી રાજ્ય કક્ષાએ મોરબી જિલ્લાનું ગૌરવ વધારવા બદલ માળિયા તાલુકાના મોટીબરાર પ્રાથમિક શાળાના શિક્ષક અનિલ બદ્રકિયા, મોરબી તાલુકાની નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક અશોક કાંજીયા તેમજ ટંકારા તાલુકાની વિરવાવ પ્રાથમિક શાળાના શિક્ષક નૈમિશ પાલરીયાનું ગુજરાત રાજ્ય પશુપાલન અને ગાય સવર્ધન મંત્રી દેવાભાઈ માલમના વરદ હસ્તે વિશિષ્ઠ સન્માન કરાયું હતું.

(12:25 am IST)