Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

બોટાદના ગઢડામા લાંબા વિરામ બાદ મેધરાજાની એન્ટ્રી : વરસાદથી ધરતીપુત્રોના જીવમાં જીવ આવ્યો

જોરદાર ગરમી અને બફારામા વરસાદ આવતા વાતાવરણ ઠંડક પ્રસરી

બોટાદના ગઢડામા લાંબા વિરામ બાદ મેધરાજાની એન્ટ્રી થઈ હતી. ૨૫ દિવસના વિરામ બાદ એકાએક રાત્રીના ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જોરદાર ગરમી અને બફારામા વરસાદ આવતા વાતાવરણ ઠંડક પ્રસરી હતી. લાંબા વિરામ બાદ વરસાદ આવતા હતાશ થયેલા ધરતીપુત્રોના જીવમાં જીવ આવ્યો હતો.

(12:30 am IST)