Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો : વીજળીના ચમકારા સાથે વરસાદ શરૂ ખેડૂતોમાં ખુશીનો માહોલ

બપોર બાદ કાળા ડીબાંગ વાદળો ઘેરાતા તાપમાનમાં ફેરફાર

ભાવનગર જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટા બાદ વરસાદ થયો હતો. શહેર અને જિલ્લામાં સવારથી વાતાવરણ બદલાયું હતું. બપોર બાદ કાળા ડીબાંગ વાદળો ઘેરાતા તાપમાનમાં ફેરફાર જોવા મળ્યો હતો. વાતાવરણમાં આવેલા ફેરફાર બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો. વીજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થતાં માટીની ભીની સુગંધ સાથે ઠંડક પ્રસરી હતી.  ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

(12:29 am IST)