Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ : રાજુલામાં જોરદાર ઝાપટું : ખાંભા અને જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ

જાફરાબાદના લોર, ફાચરિયામાં ધોધમાર વરસાદી ઝાપટું : વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી

અમરેલી જિલ્લામાં વરસાદી ઝાપટું પડ્યું હતું. રાજુલા શહેરમા વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદી ઝાપટાને પગલે રોડ રસ્તા પર પાણી વહેતા થયા હતા. વરસાદ આવતા વાતાવરણમાં ઠંકડ પ્રસરી હતી સાથે સાથે ખેડૂતોને પણ સામાન્ય રાહત મળી હતી. ખાંભા અને જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. ખાંભાના નાના બારમણ ગામે વરસાદ નોંધાયો હતો. જાફરાબાદના લોર,ફાચરિયામાં પણ ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. ખાંભા અને જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. ખાંભાના નાના બારમણ ગામે વરસાદ નોંધાયો હતો. જાફરાબાદના લોર, ફાચરિયામાં પણ ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

(12:23 am IST)