Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

પોરબંદર જિલ્લામાં મોટા ઉદ્યોગ સ્થાપવા જિલ્લા ભાજપ ની માંગ

કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સમક્ષ લેખિત રજુઆત

પોરબંદર :  જિલ્લામાં મોટા ઉદ્યોગો સ્થાપવા જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા એ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને લેખિત રજુઆત કરી છે.

આ રજુઆત માં જણાવેલ છે. પોરબંદર જિલ્લાની અર્થ વ્યવસ્થાને ગતિશીલ બનાવવા અને રોજગારની તકો વધે તે માટે આ પત્રના માધ્યમથી રજૂઆત કરું છું , પશ્ચિમ કિનારે અરબી સમુદ્ર સાથે સાથે સામાજીક , આર્થિક અને ઓઘદ્યોગિકકરણ ની પ્રગતીમાં ગુજરાત સમગ્ર દેશમાં સૌથી વિશેષધિકુત અને સમુધ્ધ રાજ્યોમાંનું એક છે, અને એક સમયે પોરબંદર પણ ઓથઘોગિક ક્ષેત્રે સિમેન્ટ,સોડાએશ,કાપડઉદ્યોગ,વનસ્પતિ ધી ઉદ્યોગ,બોકસાઈટ,જુનો મીઠા ઉદ્યોગ અને અનેક આઈસ ફેક્ટરી થી ગુજરાતમાં અગ્રિમ સ્થાને હતો, હાલમાં રાણાવાવ સિમેન્ટ(હાથી),સોડાએસ(નીરમા) અને બંધ થવાની હાલતમાં ઓરિયેન્ટ એબ્રેસીઝ સિવાયની તમામ ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ ગઈ છે, જયારે મત્સ્યોદ્યોગ અને પોર્ટ એક્ટીવીટી માટે ડોકયાર્ડ ટ્રેન બંધ છે, ચુનાના પથ્થરો,ચોકમાટી વિગેરે પોરબંદરની આર્થિક જીવાદોરી હતી.

ગુજરાત સરકારની નવી ઓદ્યોગિક નિતીનો કોઈ ફાયદો વર્તમાન ઉદ્યોગને ગતિશીલ બનાવવા માટે ખુબ જ ઉપયોગી છે, આ નિતી ૨૦૨૦-૨૦૨૫ પાંચ વર્ષ માટે અમલમાં હોય આગામી સમયમાં વિદેશી મુડી રોકાણ પણ આવશે નવા સ્થાપનારા ઉદ્યોગ માટે અનેક પ્રોત્સાહન જાહેર કરવામાં આવ્યા છે, નિતી નિર્ધારણ એ લાંબાગાળા ના વિકાસ માટે ઉપયોગી છે, પરતું પ્રવર્તમાન સમય પ્રમાણે અર્થતંત્રની સમસ્યાઓ નિવારવા માટે ટુંકાગાળામાં ઝડપી રીતે નવા ઉદ્યોગો સ્થાપવા આવશ્યક છે અને આત્મનિર્ભર ગુજરાત માટે રોજગાર સર્જન કાર્યકમ તેમજ શહેર-ગ્રામ્ય ક્ષેત્રે ઉદ્યોગની સ્થાપનાથી રોજગારી ના અવસર ઉભા થાશે.

પોરબંદર ના ઉપરોક્ત દર્શાવેલા મોટા ઉદ્યોગ માટે સ્થાનિક કૌશ્લ્યને ધ્યાનમાં રાખીને રેલ્વે, પોર્ટ, એરપોર્ટના ત્રિવેણી સગમના ઉપયોગ અને ટેકનોલોજી આધાર મજબુત બનાવી શકાય, આંતરરાષ્ટ્રીય અથવા કોઈપણ સ્તરના મેદાનમાં વિસ્તારની રેટિંગ નો આધાર તે વિસ્તારના અર્થતંત્રના વિકાશને આધારિત હોય છે જેનો પાયો મોટા ઉદ્યોગ હોઈ છે, પોરબંદરમાં ઉદ્યોગ સ્થાપીને વિસ્તારને વધારે ઉર્જાવાન માં નવી ઓદ્યોગિક નિતી ઉપયોગ બનશે એવી અમને શ્રધ્ધા છે.

પોરબંદરમાં સિમેન્ટ અને બોકસાઈટ/લાઇમસ્ટોન અધારીત ઉદ્યોગ અને અન્ય ચાલુ ઉદ્યોગને જીવંત રાખી શકવા માટે તે પ્રકાર નો મોટો ઉદ્યોગ સ્થાપી શકાય તોજ ફરી પોરબંદર ઓદ્યોગિક ક્ષેત્રે વિકસી શકે તેવો અમારો પ્રબળ મત છે.

અમને દ્રઢ શ્રધ્ધા અને વિશ્વાસ છે કે સુદામા અને ગાંધીજીના આ શહેરને એક નવા અદ્યતન મોઢા ઉદ્યોગ મળશે અને આપશ્રી વહેલી તકે આ દિશામાં વિચારી સકારાત્મક રીતે અમારી માંગણી પૂરી કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની વિકાસશીલ સરકારની યશ કલગી માં એક છોગું પોરબંદરમાં Heavy industries મોટા ઉદ્યોગ) સ્વરૂપે ઉમેરશે.

(8:53 pm IST)