Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ધોરાજીના તોરણીયા ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ સમયમાં કોંગ્રેસના ધારાસભ્ય વસોયાએ આગામી 2022ની ચૂંટણીમા ભાજપનો કેસરીયો છવાશેના સંકેત આપ્યા.?

જયેશભાઇ રાદડીયા 2022 ની ચૂંટણીમાં જવલંત વિજય સાથે ગુજરાતની ધરાનું સુકાન સંભાળે: લલિત વસોયા : કોંગ્રેસના ધારાસભ્ય એ આવનારી 2022 ની ચૂંટણીમાં ભાજપનો કેસરીયો લહેરાવવાની આડકતરી રીતે જાહેરાત કરતા ભારે ચકચાર:ગામડામાં લોકાર્પણ સમારોહ કાર્યક્રમ માં પ્રથમ વખત ભાજપ-કોંગ્રેસના આગેવાનો એક મંચ પર જોવાયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી તાલુકાના તોરણીયા ગામ ખાતે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા એક કરોડથી વધુ ખર્ચે નૂતન તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લોકાર્પણ સમારોહ યોજાયો હતો આ સમારોહમાં રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ કાલીયા ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય લલીતભાઈ વસોયા પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયા તોરણીયા નકલંક ધામ મહંત રાજેન્દ્ર દાસ બાપુ તેમજ ચાપરડા સાધુ સમાજના પ્રમુખ મહંત ના પ્રતિનિધિ સદાનંદ બાપુ તેમજ ખીરસરા સ્વામિનારાયણ મંદિરના ભક્તિ સ્વામી વિગેરે સંતો મહંતો અને રાજકીય આગેવાનોની હાજરીમાં તોરણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો લોકાર્પણ સાથે વૃક્ષારોપણ સમારોહ યોજાયો હતો
આ સમારોહમાં ધોરાજી તાલુકાના નાના એવા તોરણીયા ગામ ખાતે યોજાયેલ સરકાર દ્વારા લોકાર્પણ સમારોહમાં ભાજપ-કોંગ્રેસના આગેવાનો પ્રથમ વખત એક મંચ પર જોવા મળ્યા હતા
સમારોહના અધ્યક્ષ સ્થાનેથી રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવેલ કે ગુજરાત સરકાર દ્વારા કોરોના મહામારી ના સમયમાં આરોગ્યક્ષેત્રે ખૂબ જ મહત્વની કામગીરી બજાવી છે સમગ્ર  ગુજરાતમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ના પ્રયત્નો થી કોરોના મહામારી ની બીજી લહેર મહત્વની કામગીરી સરકારે કરી છે અને આવનારી ત્રીજી લહેરની શંકાને આધારે રાજ્ય સરકારે અગાઉથી તૈયારી આરંભી દીધી છે એટલું જ નહીં આજે તોરણીયા ની ભૂમિ ઉપર અંદાજે ૧ કરોડના ખર્ચે નૂતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને આજે ખુલ્લુ મુકવામાં આવ્યું છે અત્યારે આ નાના એવા ગામના લોકોને ઘરઆંગણે જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની સુવિધાઓ મળશે ડોક્ટરની સાથે મોટા સ્ટાફ પણ જોડાયો છે તેનો સર્વેને લાભ આ ગામમાંથી મળશે અને એક ખુશીની વાત છે કે હું ધોરાજી વિસ્તારમાંથી મારી રાજકીય કારકિર્દીની શરૂઆત થઇ છે ત્યારે નકલંક ધામ તોરણીયા ને પણ હું ભૂલીન શકું કારણકે સંતોના આશીર્વાદથી આ વિસ્તારમાં મારી રાજકીય કારકિર્દીનો પ્રારંભ થયો છે એટલે હું કાયમી માટે ધોરાજી નો ઋણી છું અને વિકાસ કાર્યો બાબતે હું ધોરાજી ને અગ્રતા આપું છું તેમજ આરોગ્યક્ષેત્રે ગામડા સુધી સારી સુવિધા મળે તે માટે રાજ્ય સરકાર ગામડે ગામડે  આરોગ્ય કેન્દ્ર નવા બનાવી રહી છે જેના ભાગરૂપે આજે તોરણીયા ની જનતા ને અને આજુબાજુની જનતાને લાભ મળ્યો છે જે અંગે વિસ્તૃત સરકારની કામગીરીની માહિતી આપી હતી
ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા એ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવેલ કે ધોરાજીના તોરણીયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઉદ્ઘાટન સમારોહમાં મને આમંત્રિત કરેલ તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને પ્રથમ આરોગ્ય કેન્દ્રની અંદર કાયમી માટે ડોક્ટર મુકાય તેવી માગણી કરી હતી કારણકે હંગામી ડોકટરોને કારણે આ વિસ્તારની જનતાને સારી સુવિધાઓ નથી મળતી જેથી કાયમી માટે MBBS ડોક્ટર મુકાય તે અંગે પણ ખાસ ભાર મૂક્યો
આ સાથે તોરણીયા નકલંક ધામ ના મહંત રાજેન્દ્ર દાસ બાપુ ને વંદન કરતા જણાવેલ કે તેમના આશીર્વાદથી હું ધોરાજી ઉપલેટાનો ધારાસભ્ય બન્યો છું અને આ વિસ્તાર મારા માટે કાયમી ઋણી છે જેથી હું સર્વેનો આભાર માનું છું
સાથે સાથે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા એ માર્મિક ટકોર કરતા જણાવેલ કે આપણી વચ્ચે ગુજરાતના મંત્રી જયેશભાઇ રાદડીયા ઉપસ્થિત છે ત્યારે હું તમને શુભેચ્છા પાઠવું છું કે આવનારી 2022 ની વિધાનસભામાં જવલંત વિજય મેળવી ગુજરાતની ધરા નું સુકાન તમે સંભાળજો તેવી હું શુભેચ્છા પાઠવું છું અને તોરણીયા નકલંક ધામ ના આશીર્વાદ પણ તમને ફળશે....?
આ પ્રકારે કોંગ્રેસના ધારાસભ્ય જાહેર કાર્યક્રમમાં આવનારી 2022 ની ચૂંટણીમાં ભાજપનો જવલંત વિજયની સાથે જયેશભાઇ રાદડીયા ગુજરાતના મુખ્યમંત્રી બને એ પ્રકારના સંકેત આપતાં સમગ્ર વિસ્તારમાં અને રાજકીય રીતે ચર્ચા વ્યાપી ગઇ હતી
પોરબંદર લોકસભાના સાંસદ રમેશભાઈ ધડુક એ જણાવેલ કે તોરણીયા ના આંગણે રાજ્ય સરકારના માધ્યમથી એકાદ કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર જે પ્રકારની સુવિધા આપવામાં આવી છે તે તોરણીયા આજુબાજુ વિસ્તારના તમામ ગામોને વિનામૂલ્યે તમામ સુવિધાઓ પ્રાપ્ત થશે  લલિત વસોયા ને કટાક્ષ ભરેલા જવાબ આપતા જણાવ્યું કે ગુજરાત સરકારમાં કોરોના મહામારી ના સમયમાં જે પ્રકારની સારવાર આપવામાં આવી છે દર્દીઓને તેમાં ભાજપના કે કોંગ્રેસના દર્દી છે તેવુ જોવામાં નહોતું આવતું  માત્ર ને માત્ર દરેક વ્યક્તિને વિનામૂલ્યે સેવા મળે એ પ્રકારની સુવિધા રાજ્ય સરકારે આપી છે અને તોરણીયા માં ડોક્ટર કાયમી મૂકાશે જ ધારાસભ્યએ ચિંતા કરવાની જરૂર નથી આ બાબતની ચિંતા રાજ્ય સરકાર કરે છે અને કરશે લોકોના પ્રશ્નો હશે તો અમે અહીં સાંભળવા આવ્યા છીએ આ બાબતે ધારાસભ્યએ દખલગીરી કરવાની જરૂર નથી પણ લોકોના પ્રશ્નોને વાચા આપે તો અમને કંઈ વાંધો નથી અને સરકારની કામગીરી બાબતે વિસ્તૃત માહિતી આપી હતી
જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા એ જણાવેલ કે ધોરાજી તાલુકાના નાના એવા તોરણીયા ગામમાં સંતોના આશીર્વાદથી અદ્યતન સુવિધા ધરાવતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બન્યું છે ત્યારે આજુબાજુની જનતાને પણ વિનામૂલ્યે લાભ મળશે સાથે સાથે રાજ્ય સરકારની વાત કરતા જણાવેલ કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગામડા સુધી લોકોને ઘરઆંગણે વિનામૂલ્યે સેવાઓ મળી રહે તે પ્રકારે રાજ્ય સરકારે બીડું ઉપાડ્યું છે અને પ્રાથમિક સારવારનો પ્રશ્ન હોય ત્યારે એને શહેરોમાં જવું ન પડે અને ઘરઆંગણે તમામ દવાઓ સાથે વિનામૂલ્યે સારવાર મળી રહે તે પ્રકારે આજે તોરણીયા ની ભૂમિ ઉપર ઉદઘાટન થયું છે એટલું જ નહીં રાજ્ય સરકારે ગામડે ગામડે આ પ્રકારની સુવિધા મળે એવું આયોજન છે જેના ભાગરૂપે આજે તોરણીયાનો નમૂનેદાર નમૂનો જાહેરમાં જોવા મળી રહ્યો છે અને આ બાબતે લલિત વસોયા ના કટાક્ષ ભર્યો જવાબ આપતા જણાવેલ કે કોરોના મહામારીમાં રાજ્ય સરકારે કઈ પ્રકારની કામગીરી કરી છે એજનતા જાણે છે એટલું જ નહીં જામકંડોરણામાં જયેશભાઇ રાદડિયાએ કોવિડ સેન્ટર શરૂ કર્યું હતું આ પ્રકારે દરેક તાલુકામાં ગામેગામ સંસ્થાઓ દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા તેમજ રાજ્ય સરકારે તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય તે પ્રકારની સુવિધાઓ પણ આપી હતી નમૂનેદાર કામગીરી રાજ્ય સરકારે આરોગ્ય ક્ષેત્રે કરી છે અને કરે છે તેનો પણ આ નમૂનો છે અને ડોક્ટર જ્યારે આવે છે ત્યારે પ્રથમ વર્ષ કે વધુ વર્ષ સુધી સરકારી હોસ્પિટલમાં સારવાર આપે છે અને પછી પોતાની પ્રાઇવેટ હોસ્પિટલમાં જતા રહેછે એટલે ડોક્ટરોની ઘટ ઊભી થાય છે પરંતુ આ વર્ષે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ દરેક જિલ્લામાં મેડિકલ કોલેજમાં સીટો વધારી છે જેના કારણે ડોક્ટરોની સંખ્યા પણ વધશે જેથી લોકોની સુખાકારી મળશે
આ સાથે સમારોહ ની અંદર રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી ચૌધરી તેમજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના સદસ્ય વી. ડી. પટેલ જિલ્લા ભાજપ મંત્રી હરસુખભાઈ ટોપીયા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ચાવડા તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન રસીકભાઈ ચાવડા ધોરાજી તાલુકા ભાજપના પ્રમુખ રમેશભાઈ મકાતી તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઈ ડાંગર તાલુકા ભાજપ મહામંત્રી જનકસિંહ જાડેજા ધોરાજી શહેર ભાજપ પ્રમુખ વિનુભાઇ માથુકિયા મંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર કાંતિભાઈ જાગાણી તોરણીયા ના નનકુભાઈ વાંક ધોરાજી તાલુકા ભાજપ પ્રભારી જયસુખભાઇ ઠેસીયા પૂર્વ નગરપતિ હરકિશનભાઈ માવાણી તેમજ ધોરાજી શહેર અને તાલુકા ભાજપના આગેવાનો હોદ્દેદારો તેમજ ધોરાજી ડેપ્યુટી કલેક્ટર ગૌતમ રૈયાણી મામલતદાર કિશોરભાઈ જોલાપરા તાલુકા વિકાસ અધિકારી તેમજ આરોગ્ય બ્લોક હેલ્થ ઓફિસર પુનીત વાંછાણી તેમજ તોરણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો સ્ટાફ ગણ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા
બાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા સાંસદ રમેશભાઈ ધડુક ધારાસભ્ય લલિત વસોયા કિશોરભાઈ રાઠોડ વિગેરે મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
કાર્યક્રમનું સંચાલન ભક્તિ સ્વામીએ કર્યું હતું

(7:33 pm IST)