Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

જસદણમાં તાલુકા વિકાસ અધિકારી-મામલતદારની વારંવાર બદલીઃ સીટી સર્વેયરની જગ્યા ૩ વર્ષથી ખાલી

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૧૪ :.. જસદણના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ ડેરી તથા જસદણ યાર્ડનાં પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું છે કે, જસદણ તાલુકામાં મામતલદાર અને તા. વિ. અધિકારોની વારંવાર બદલીઓ થવાથી પ્રજાના પ્રશ્નોનો ર વરસ કે તેથી વધારે સમયથી ઉકેલ આવતો નથી. ભાડલા તેમજ જસદણ પો. સ્ટેશનમાં પણ છાશવારે બદલીઓ થતી રહે છે.

છેલ્લા ૩ વરસના સમયગાળામાં મામતલદાર અને તા. વિ. અધિ. ની બદલીઓ કરવામાં આવી છે.

ભીખાભાઇ બાંભણીયાએ વધુમાં જણાવ્યું હતું કે કુંવરજીભાઇ બાવળીયા મંત્રી મંડળમાં છે. ડો. ભરત બોઘરા ભાજપ સંગઠનમાં છે. જસદણ તાલુકામાં અધિકારીઓની વારંવાર થતી બદલીએ તેમજ વિંછીયા તાલુકાની વિગત મળી નથી. છતાં આવી જ પરિસ્થિતિ હોય તો બંને તાલુકા માટે અંગત રસ લઇ, સમય ફાળવી, મદદરૂપ થઇ પ્રજાની હાલાકી દૂર થાય અને રજૂઆત કે અન્ય પ્રશ્નોનો સત્વરે ઉકેલ આવે તે માટે  (અંગત રાગદ્વેશ હોય તો દૂર રાખીને) પ્રયાસ કરે એવી બંને તાલુકાની જનતા અપેક્ષા રાખે છે. કાયમી સમય મર્યાદા મુજબની નિમણુંકો થાય તે જરૂરી છે.

ર થી રર વરસના સમયગાળામાં મામલતદારની તથા તા. વિ. અધિ. ની પ વખત બદલીઓ થયેલ છે. સીટી સર્વેયરની જગ્યા ૩ વરસથી ખાલી છે. આ અંગે યોગ્ય કરવા ભીખાભાઇ બાંભણીયાએ માંગણી કરી છે.

મામલતદાર

રેગ્યુલર        તા. રર-૧૧-૧૮ થી     તા. ૬-૧-૧૯

ઇ. ચાર્જ        તા. ૭-૧-૧૯ થી        તા. રપ-૧-૧૯

રેગ્યુલર        તા. રપ-૧-૧૯ થી      તા. ર૯-૬-૧૯

 ,,      તા. ૩૦-૬-૧૯ થી      તા. ૧૮-૭-૧૯

ઇ. ચાર્જ        તા. ૧૮-૭-૧૯ થી      તા. ર૧-૧૧-૧૯

રેગ્યુલર        તા. ર૧-૧૧-૧૯ થી     તા. ૧૮-૧૧-ર૦

ઇન્ચાર્જ તા. ૧૮-૧૧-ર૦ થી     તા. ૧૪-૧ર-ર૦

રેન્યુલર        તા. ૧૪-૧ર-ર૦ થી     તા. ર૯-પ-ર૧

ઇ. ચાર્જ        તા. ૩૦-પ-ર૧ થી      --

તા. વિ. અધિકારી

રેગ્યુલર        તા.પ-૩-૧૯ થી         તા. ૬-૧ર-૧૯

ઇ. ચાર્જ        તા. ૭-૧ર-૧૯ થી       તા. ૩-૭-ર૦

રેગ્યુલર        તા. ૪-૭-ર૦  થી       તા. ૧ર-૧-ર૧

ઇ. ચાર્જ        તા. ૧૩-૧-ર૧ થી       તા. ર૯-૧-ર૧

રેગ્યુલર        તા. ૩૦-પ-ર૧ થી      તા. પ-૩-ર૧

ઇ. ચાર્જ        તા. ૬-૩-ર૧થી        તા. ૩૦-પ-ર૧

રેગ્યુલર        તા. ૩-પ-ર૧ થી       તા. ર૩-૭-ર૧

ઇ. ચાજ        તા. ર૪-૭-ર૧ થી      તા. ર૬-૭-ર૧

રેગ્યુલર્ર        તા. ર૬-૭-ર૧ થી       --

(2:53 pm IST)