Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

મોરબીમાં પોલીસના યુનિફોર્મ પહેરી ગૌશાળાના નામે નાણા ખંખેરતી ટોળકી એક્ટીવ : લોકોએ સાવધાન રહેવા પોલીસની અપીલ.

મોરબી :  ગઠિયાઓ લોકોને છેતરવા માટે નીતનવા કીમિયા અજમાવતા હોય છે જેમાં હાલ મોરબી પંથકમાં પોલીસના યુનિફોર્મ પહેરીને ગૌશાળાના નામે તેમજ ધાર્મિક સંસ્થાના નામે રૂપિયાના ઉઘરાણા કરી રહ્યા હોય ત્યારે નાગરિકોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે
  મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં હાલ બે શખ્શો પોલીસની ખાખી વર્ધી ધારણ કરીને વિવિધ ઓફીસ અને દુકાનોમાં જઈને તેઓ ગૌશાળા અને ધાર્મિક સંસ્થા માટે નાણા એકત્ર કરી રહ્યા હોવાનું જણાવીને રૂપિયાના ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે અને સીસીટીવી કેમેરામાં બે ઈસમો કેદ થયા છે જે ઉઘરાણા કરતા હોવાની પોલીસને માહિતી મળી છે ત્યારે મોરબી સીટી એ ડીવીઝન પીઆઈ બી પી સોનારાએ લોકોને જાગૃત બનવા તેમજ સીસીટીવી કેમેરામાં દેખાતા ઈસમો ક્યાય જોવા મળે તો એ ડીવીઝન પોલીસ મથક નંબર ૦૨૮૨૨ ૨૩૦૧૮૮ અથવા પોલીસ કંટ્રોલ રૂમ ૦૨૮૨૨ ૨૪૩૪૭૮ પર માહિતી આપવા અનુરોધ કરાયો છે

(1:50 pm IST)