Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

માળિયાના નાનીબરાર શાળાના શિક્ષકને રાજ્ય સરકાર દ્વારા પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર એનાયત.

મોરબી : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારણા સંદર્ભે પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવતો હોય જે એવોર્ડ માળિયા તાલુકાના શિક્ષકને મળતા સમગ્ર પંથકમાં ખુશીની લહેર છવાઈ છે

  ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા માળિયા તાલુકાના નાની બરાર ગામની શ્રી રત્નમણી પ્રાથમિક શાળાના શિક્ષક વાંક વિનયભાઈ રાયધનભાઈને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે ત્યારે તેમના પર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે

 

(1:49 pm IST)