Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

જુનાગઢમાં એક જ જગ્યાએથી રર મહિલા જુગાર રમતા ઝડપાઇ

જુનાગઢ શહેર-જિલ્લામાંથી કુલ ૮૭ જુગારી રૂ.ર.૬૦ લાખના મુદામાલ સાથે પકડાયા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧૭ : જુનાગઢમાં પોલીસે એકજ જગ્યાએથી રર મહિલાને જુગાર રમતા ઝડપી લેતા ચકચાર મચી ગઇ હતી. જોકે પોલીસે જુનાગઢ શહેરી જિલ્લામાંથી કુલ ૮૭ જુગારીને રૂ.ર.૬૦ લાખના મુદામાલ સાથે પકડી પાડયા હતા.

જુનાગઢ શહેર જિલ્લામાં જુગાર સહિતની અસામાજિક પ્રવૃતિને નાબુદ કરવા ડી.આઇ.જી.મન્નીદર પ્રતાપસિંહ પવાર અને એસ.પી. રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાના પગલે પોલીસ દરોડાનો દોર હાથ ધર્યો છે.

જુનાગઢના ઠાકરસીનગરમાં સર્વાજનીક પ્લોટ ખાતે જાહેરમાં જુગાર રમાતો હોવાની માહિતી મળતા ગત રાત્રે ડી.વાય.એસ.પી. પ્રદીપસિંહ જાડેજા અને  બી ડીવીઝનના પી.આઇ.રાઠોડના માર્ગદર્શન હેઠળ જોશીપુરા ચોકીના મહિલા પી.એસ.આઇ. એન.વી.આંબલીયા તેમજ સ્ટાફના ડી.ડી.ડાંગર, અજયભાઇ, ખુશ્બુબેન અને નિતીનભાઇ વગેરેએ દરોડો પાડયો હતો.

જેમાં પોલીસે હંસાબેન અશ્વિન વેકરીયા, ચંદ્રીકા નિલેશભાઇ સોજીત્રા, સંગીતા હરેશભાઇ રૂપાપરા, ગીતાબેન મુકેશ પટોળીયા, ડોલી કૃણકાંત વરૂ, પારૂલબેન તરૂણભાઇ સાવલીયા, લીલાબેન જીણાભાઇ કંડોલીયા, ચેતનાબેન કૈલાસભાઇ હિરપરા તેમજ ભાવનાબેન પ્રમોદ બરવાડીયાને જુગાર રમતા ઝડપી લીધી હતી.

તેમજ આ જગ્યાએથી પોલીસે શારદાબેન ધીરૂભાઇ વઘાસીયા, સ્નેહલબેન કલ્પેશભાઇ પૈંડા, અંજનાબેન મિતેષભાઇ લુણાગરીયા, મનીષા નિલેશભાઇ લુણાગરીયા, રંજન હિતેષઇ મોવલીયા, જનકીબેન અશોક સાકરીયા, ભાનુબેન બાબુભાઇ ગજેરા, ભાવનાબેન ચેતન ઉદાળ, ઉષાબેન રમેશભાઇ લુણાગરીયા, શૈલાબેન વિનોદ ગજેરા, ચંપાબેન જાદવભાઇ મોવીયા, રમાબેન ગોરધન પટેલ અને શ્રદ્ધાબેન શૈલેષ ગામી સહિત કુલ રર મહિલાને જુગાર રમણી પકડી પાડી હતી.

આ મહિલાઓ પાસેથી રૂ.૧૬ર૩૦ ની રોકડ સહિત કુલ રૂ. ૪૭.૭૩૦ નો મુદામાલ કબ્જે કરી પોલીસે તમામની સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત જુનાગઢ સી ડીવીઝનના જમાદાર આર.બી.ઘેલાણા, વગેરેએ મધુરમ બાયપાસ પાસે રહેતા આફઝલ કારાભાઇ સીડાના રહેણાંક મકાનમાં જુગાર રમતા ૬ જણાને રૂ.ર૬૧૯૦ ના મુદામાલ સાથે પકડી પાડયા હતા.

જુનાગઢ ઉપરાંત વિસાવદરના લાલપુર ગામેથી પોલીસે ૪ જણાને રૂ.૩પ૬૦ સાથે બીલખામાંથી ૯ શખ્સોને  રૂ. ૧૩૮૮૦ સાથે તથા મેંદરડા તાલુકાના જીંજુડા ગામમાંથી ૯ જણાને પોલીસ રૂ.૮૩ર૦ ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

તેમજ મેંદરડાના બરવાળા ગામમાંથી ૯ જણાને રૂ.૯૪૯૪૦ ના મુદામાલ સાથે કેશોદના ખીરસરા ગામેથી પાંચ શખ્સોને રૂ.૧ર૬૦૦ સાથે, કેશોદના પ્રભાતનગરમાંથ ૮ શખ્સોને રૂ.૧૦.૧૪૦ સાથે અને કેશોદના ધ્રાબાવડ  ગામેથી ૬ જવાને પોલીસે રૂ. ર૬૬૦ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા.

ઉપરાંત માણાવદરના ચુડવા ગામેથી ૪ જણાને પ૬ર૦ સાથે, બાંટવા પાસેના એકલેરા ગામમાંથી બે જણાને રૂ.૧૧૮૦ સાથે બાંટવામાંથી ત્રણ મહિલાને રૂ.૬૮૪૦ સાથે તથા શીલમાંથી ત્રણ શખ્સોને રૂ.૧પર૦ સાથે જુગાર રમતા પકડી લીધા હતા.

આમ પોલીસે સપાટો બોલાવીને ૮૭ શખ્સોને રૂ.ર,૬૦,૧૮૦ ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી પાડતા જુગારી આલમમાં હલચલ મચી ગઇ હતી.

(1:26 pm IST)