Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

જૂનાગઢ પોલીસ દ્વારા ભીત ચિત્રો દ્વારા લોકોને જાગૃત કરનાર ચિત્રકારોનું સન્માન કરાશે

જૂનાગઢ ખાતે તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રંગેચંગે કરવામાં આવેલ. જૂનાગઢ રેન્જના ડીઆઈજીપી શ્રી મનિન્દરપ્રતાપસિંહ પવાર તથા એસપી શ્રી રવિતેજા વાસમશેટ્ટીની સૂચનાથી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ લોકોને જાગૃત કરવા જૂનાગઢ હેડ કવાટર્સના પીએસઆઈ પિયુષ જોષી તથા સ્ટાફને અને જૂનાગઢના જાણીતા ચિત્રકાર દિપેન જોષી, ધર્મેશભાઈ પરમાર, એમ.એમ. રેડીયોના આર.જે. અજયના સહયોગથી પોલીસ હેડ કવાટર્સની દિવાલ પર ભીત ચિત્રો દોરી ટ્રાફિક નિયમોના પાલન, મહિલા સશકિતકરણ સાયબર ફ્રોડ, કોરોના બાબતે સાવચેતી આપતા ચિત્રો દ્વારા લોકોને જાગૃત કરવા બદલ આ ચિત્રકારોની ટીમ ભીત ચિત્રો નિહાળી ટીમને બિરદાવતા ડીવાયએસપી શ્રી પી.જી. જાડેજા નજરે પડે છે. ચિત્રો બનાવ્યા પછી આ બાળકોના પ્રયાસને જૂનાગઢ પોલીસ દ્વારા વખાણવામાં આવેલ અને આગામી દિવસોમાં પોલીસ અને લાયન્સ કલબ દ્વારા આ બાળકોને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવનાર છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:25 pm IST)