Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

૧૮મીની સિસ્ટમ પણ ખેંચાઇ ગઇઃ વરસાદની રાહ જોતા ખેડુતો માટે માઠા સમાચારઃ કનુભાઇ

ખંભાળિયા તા.૧૭ : સમગ્ર ગુજરાત અને ખાસ કરીને દેવભુમી દ્વારકા તથા જામનગર જિલ્લામાં શરૂઆતમાં ૧૦-૧૧ ઇંચ વરસાદપડયા પછી ફરી વરસાદ ખેંચાતા જથગતનો તાત મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. ત્યારે નવી સિસ્ટમ વરસાદની ૧૮-૮-ર૧ના નવી સિસ્ટમ શરૂ થનાર હતી. જેમાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના હતી પણ આ સિસ્ટમ ખેંચાઇ જઇ હોવાનું હવામાન આગાહીકાર કનુભાઇ કણઝારીયાએ જણાવેલ છે. ૧૮થી ર૧ વરસાદ મધ્યમ બે ત્રણ ઇંચ જેટલો આવવા સંભાવના હતી. પણ સિસ્ટમ ફરી ખેંચાતા તથા પવન ફુંકાતા આ સિસ્ટમ પાંચેક દિવસ પછી ફરી સક્રિય થાય તો દોઢ ેબે ઇંચ જેવો મધ્યમ વરસાદ લાવે તેવી શકયતા છે.

વરસાદ ખેંચાતા હાલ પાણીની સગવડ ધરાવતા ખેડુતો બોર કુવા તથા ટપક અને ફુવારાથી પાકને બચાવવા જહેમત ઉઠાવી રહયા છે તો કેટલાય ખેડુતો લાંબી લાંબી લાઇનો નાખીને પાક બચાવવા રાત ઉજાગરા કરી મહેનત કરી રહયા છે. 

(1:24 pm IST)