Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

રાજકોટ જીલ્લામાં જુગારની મોસમ ખીલીઃ ૪ દરોડામાં ર૯ મહિલા સહીત ૩૭ પતા પ્રેમીઓ પકડાયા

જામકંડોરણાના ચિત્રાવડમાં ૧૬ મહિલા, શાપર-વેરાવળમાં ૧૩ મહિલા, ઉપલેટાના ભોલગામડા ગામે ૪ અને ગોંડલના ગુંદાળામાં ૪ શખ્સો પતા ટીંચતા પકડાયા

રાજકોટ, તા., ૧૭: રાજકોટ જીલ્લામાં જુગારની મોમસ ખીલી હોય તેમ અલગઅઅલગ ૪ દરોડામાં ર૯ મહીલા સહીત ૩૭ પતા પ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતા.

પ્રથમ દરોડામાં જામકંડોરણાના ચિત્રાવડડ ગામે બજારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પીએસઆઇ જે.યુ.ગોહીલ તથા પો.કો. ભગીરથસિંહ જાડેજા સહીતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા પાયલબેન જયેશભાઇ વૈશ્નાણી, ગોદાવરીબેન વલ્લભભાઇ વીરપરીયા, સુમીતાબેન અરજણભાઇ માંડવીયા, પુજાબેન જીતેશભાઇ હરીયાણી, મુકતાબેન જેન્તીભાઇ કાછડીયા, ઇલાબેન રમેશભાઇ ભુત, ભાનુબેન નરશીભાઇ મારડીયા, મીરાબેન વિનોદભાઇ ભુત, મનીષાબેન ગોગનભાઇ રાણીંગા, શોભનાબેન વિનોદભાઇ ભુત, જોશનાબેન વસંતભાઇ ઘેટીયા, ચંપાબેન બટુકભાઇ વરસાણી, હેતલબેન વિજયભાઇ વરસાણી, લાભુબેન જમનભાઇ પાંચાણી, કુસુમબેન લલીતભાઇ વૈશ્નાણી તથા નીતાબેન કીરીટભાઇ વડાલીયાને રોકડા રૂ. ૧૦૮૦૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

બીજા દરોડામાં શાપર-વેરાવળમાં દર્શન પાર્કમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પીએસઆઇ કુલદીપસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પો.કો. રવીરાજસિંહ જાડેજા સહીતના સ્ટાફે  રેઇડ કરી જુગાર રમતા શાંન્તુબેન બટુકભાઇ ચાવડીયા, નીમુબેન પરસોતમભાઇ ફળદુ, મંજુબેન માધાભાઇ પરીયા, લક્ષ્મીબેન ચંદુભાઇ ગોલતર, દિનાબેન હિતેષભાઇ પરીયા, લીલાબેન વિષ્ણુદાસભાઇ ગોંડલીયા, મણીબેન રામભાઇ ખટારીયા, શાંતીબેન દિલીપભાઇ કોળી, ઇલાબેન ભગવાનજી ભાઇ રાડાણી, નીમીષાબેન સુનીલભાઇ કોરડીયા તથા મીતલબેન મહેશભાઇ સોલંકીને રોકડ રૂ. ૧૪૦૦૦ મોબાઇલ નંગ-૪ તથા ગંજીપતા સહીત ર૯,પ૦૦ મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

ત્રીજા દરોડામાં ઉપલેટાના ભોલગામડા ગામે અતુલ શાંતીલાલ વાછાણી તેની કેનાલ પાસે વાડીની ઓરડીમાં જુગાર રમાડતો હોવાની બાતમી મળતા ઉપલેટાના ઇન્ચાર્જ પીઆઇ એચ.એમ.ધાંધલના માર્ગદર્શન હેઠળ પો.કો. દિનેશભાઇ ગોંડલીયા સહીતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા અમીત ઇશ્વરભાઇ વાછાણી રે. ઉપલેટા, સંજય વલ્લભભાઇ ઘોડાસરા રે. ચીખલીયા, રતીલાલ ભુરાભાઇ ઉકાણી રે. ચીખલીયા તથા બીપીન છગનભાઇ ઘોડાસરા રે. ચીખલીયાને રોકડા રૂ. ૪૯૦પ૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા. જયારે વાડીમાંથી  અતુલ વાછાણીની શોધખોળ હાથ ધરાઇ છે.

ચોથા દરોડામાં ગોંડલના ગુંદાળા ગામે પો.કો. જયદેવભાઇ કીડીયા સહીતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા અરવિંદ લાખાભાઇ સુદાણી, ગોપાલ સોમાભાઇ ડાભી, બીપીન ધીરૂભાઇ ડાભી તથા મહેશ ભગવાનભાઇ કોળી રે. તમામ ગુંદાળાને રોકડા રૂ. ૧ર૦૦૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી. 

(1:24 pm IST)