Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

વીરપુરના મેવાસા ગ્રા.પં.માં ડિજીટલ સેવા

વીરપુર જલારામ : મેવાસા ગામ હાલ ઇ- સુવિધાથી સજ્જ થયું છે ગુજરાત સરકારની ડીજીટલ સેવા સેતુ યોજના હેઠળ રાજકોટ જિલ્લાનું પ્રથમ ચ્ સેવા કેન્દ્ર મેવાસા ગામે શરૂ કરેલ છે, સેવા કેન્દ્ર શરૂ થતાં જ અહીં તાલુકા તેમજ જીલ્લા લેવલે થતી તમામ કામગીરી જેવી કે રેશનકાર્ડ,આધાર કાર્ડ,ખેતીને લગતા ૭/૧૨ અને ૮ /અ ના દાખલા, વિધવા સહાય, આવકના દાખલા, સિનિયર સીટીઝનના દાખલા,લાઈટબીલ ભરવા સહિતની તમામ કામગીરી ગ્રામ પંચાયત ખાતે જ વી.સી ઓપરેટર પરેશભાઈ બાવીસા દ્વારા કાઢવાની શરૂઆત કરવામાં આવી છે , સરકાર દ્વારા શરૂ કરેલ આ ચ્ સેવાને લઈને મેવાસા ગામના ગ્રામજનોને સરળતાથી સુવિધાઓ મળવાની શરૂઆત થઈ છે, અહીં ફૂ સેવા શરૂ થતાં ગામ લોકોને જેતપુર તાલુકા મથકના ૨૦ કિલોમીટર સુધીના ધક્કા બંધ થઈ જવા સાથે એક આખા દિવસના સમયની પણ બચત થઈ રહી છે.(તસ્વીર : કિશન મોરબીયા,વીરપુર)

(1:23 pm IST)