Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

વંથલી પાસેથી વર્ના કાર ૩૪ પેટી દારૂ સાથે પકડાઇ

દારૂ - કાર સહિત રૂ. ૪.૭૭ લાખનો મુદ્દામાલ કબ્જે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૭ : વંથલી પાસેથી પોલીસે આજે સવારે વર્ના કાર ૩૪ પેટી દારૂ સાથે પકડી કુલ રૂ. ૪.૭૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

વંથલીના પી.એસ.આઇ. એસ.એન.ક્ષત્રિય તેમજ સ્ટાફના શૈલેષભાઇ, અરૂણભાઇ, વિજયભાઇ, ભરતસિંહ, અતુલભાઇ, દિનેશભાઇ, બળવંતભાઇ વગેરે આજે સવારે વંથલી - જૂનાગઢ હાઇવે પર પેટ્રોલીંગમાં હતા ત્યારે જીજે૦૧-કેએમ-૫૦૬૦ નંબરની વર્ના કાર નીકળતા પોલીસે રોકી હતી પરંતુ કાર ઉભી રહેતાની સાથે તેનો ચાલક નાસી ગયો હતો.

કારની તલાશી લેતા કારમાંથી ૧.૭૨ લાખની કિંમતનો ૩૪ પેટી દારૂ તેમજ મોબાઇલ ફોન મળી આવતા કુલ રૂ. ૪.૭૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.  પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. 

(1:19 pm IST)