Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

માળીયા (મીં) ના અંતરિયાળ પગપાળા પહોંચી પ્રસુતી કરાવતી ૧૦૮ની ટીમ

અધૂરા માસે જન્મેલા બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતાં સ્થળ પર સારવાર કરાઇ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૭ :  વાઘપર ગામે વાડી વિસ્તારમાં રહેતી એક સર્ગભાને પ્રસુતિની પીડા ઉપડયાની જાણ થતાં માળીયા ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક દ્યટનાસ્થળે જવા રવાના થઈ હતી.પરંતુ અંદર ગાડી લઈને જઈ શકાય તેમ ન હોવાથી ૧૦૮ ની ટીમે પગપાળા પહોંચીને મહિલાને પ્રસુતિ કરાવી હતી.મજૂરી કરતા શ્રમિક પરિવારની નાનીબેનને અચાનક પ્રસુતિની પીડા ઉપડ્યાની જાણ થતાં માળીયા ૧૦૮ ની ટીમના ઇએમટી હિંમતભાઈ ગોહિલ અને પાયલોટ રસુલભાઈ એ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. પણ ત્યાં વાન જઈ શકે તેમ ન હોવાથી આ ૧૦૮ ની ટીમ વાડી-ખેતરમાં બે કિમિ પગપાળા ચાલીને પહોંચ્યા હતા. અને સર્ગભાને ચેક કરતા ૧૦૮ માં જ પ્રસુતિ કરવાની ફરજ પડી હતી. પરંતુ બાળક અધૂરા માસે જન્મતા રડતું ન હોય અને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી. બાળકનો સાત માસે જન્મ થતા વજન ઓછા તેમજ શ્વાસ લેવામાં તકલીફ થતા સ્થળ ઉપર સારવાર કરી હતી જેમાં નોર્મલ સ્થિતિ થયા બાદ માતા અને બાળકને હોસ્પિટલમાં ખસેડયા હતા. 

(1:18 pm IST)