Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

જસદણ પાસે ૬૬૦ બોટલ દારૂ સાથે રાજકોટનો મહેશ પરમાર અને પ્રતાપ કુકડીયા પકડાયા

પીક અપ વાન અને દારૂ સહીત ૭.૩૦ લાખનો મુદામાલ કબ્જે કરાયો

રાજકોટ, તા., ૧૭: જસદણ પાસે પીક અપ વાનમાં ૬૬૦ બોટલ દારૂના જથ્થા સાથે રાજકોટના બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

જસદણના પીઆઇ કે.જે.રાણા તથા હેડ કો. સુરેશભાઇ ગોહીલ સહીતનો સ્ટાફ જસદણ-વિંછીયા રોડ ઉપર પેટ્રોલીંગમાં હતા ત્યારે શંકાસ્પદ હાલતમાં નીકળેલ પીક અપ વાન નં. જી.જે. ૧૪ ડબલ્યુ ૪ર૮૭ ને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ-૬૬૦ કિ.૩.૩૦ લાખનો જથ્થો મળી આવતા ચાલાક મહેશ મનસુખભાઇ પરમાર તથા પ્રતાપ ખીમાભાઇ કુકડીયા રે. બંને મુળ ગામ ગ્રાંભડી તા.સાયલા હાલ માંધાતા હોસ્ટેલ આજી ડેમ ચોકડી પાસે રાજકોટને ઝડપી લઇ દારૂ અને વાન સહીત કુલ ૭.૩૦ લાખનો મુદામાલ કબ્જે કરી આ દારૂનો જથ્થો કોનો હતો? અને કયાં આપવાનો હતો? તે અંગે તપાસ હાથ ધરી છે. 

(1:17 pm IST)