Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

વેરાવળમાં ત્રણ વેપારીઓને કોર્ટના સમન્સ અપાતા ખળભળાટ

વેરાવળ, તા.૧૭: ઉધાર માલ  લઈ પરત નાણા ચુકવેલ ન હોય જેથી તેની સામે છેતરપીંડી કાવતરૂ રચવામાં આરોપીઓ બનાવી સુત્રાપાડા કોર્ટમાં વેપારીઓ હાજર થવાનું સમન્સ પાઠવતા ભારે ખળભળાટ મચેલ છે.

વેરાવળ વખારીયા બજારમાં પ્રકાશચંદ્ર પ્રભુદાસના ભાગીદારો ગણેશ ચુનીલાલ કુહાડા,પ્રભુદાસ ચુનીલાલ કુહડા,ધરમશી ચુનીલાલ કુહાડા વખારીયા બજારમાં પેઢી ધરાવતા હોય વેપાર કરતા હોય આ ત્રણેય વેપારીઓએ માધવ ટે્રડર્સના માલીક દીપ અઢીયા પાસેથી આશરે  છ લાખ પ૪ હજારનો ઉધાર માલ લઈ રૂપીયા ચુકવેલ ન હોય તેમજ જે માલ લીધો હોય તે પણ પરત આપેલ ન હોય ત્રણેય ભાગીદારોએ વેપારી સામે કાવતરૂ રચી છેતરપીંડી આચરી વિશ્વાસઘાત કરેલ હોય જેથી ફરીયાદીના વકીલ ચિરાગ કકકડ દ્રારા કોર્ટમાં ફરીયાદ દાખલ કરતા કોર્ટ દ્રારા સીટી પી.આઈ ડી.ડી.પરમારને તપાસ સોપેલ તેનો રીપોર્ટ કોર્ટને કરતા ચીફ જયુ.મેજી. સંચાણીયાએ ત્રણેય વેપારી પેઢીના ભાગીદારો સામે ફોજદારી ધારાની કલમો ૪ર૦, ૧ર૦(બી) તેમજ ૩૪ મુજબના આરોપી ગણી તમામને કોર્ટમાં હાજર થવાના સમન્સ પાઠવતા વખારીયા બજારના વેપારીઓમાં ભારે ખળભળાટ મચેલ છે.

ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા રેલી ભાલકા પહોંચી

ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા ભાવનગરથી રેલી નિકળેલ હતી તે અમરેલી થઈ ગીર સોમનાથ જીલ્લામાં પ્રવેશેલ સોમવારે ભાલકા તીર્થ આવી પહોંચેલ ત્યારે આ રેલીને ટેકો જાહેર કરવા અનેક યુવાનો ઉમટી પડેલ હતા ધર્મરક્ષા એકતા સંમીતી દ્રારા ગાંધીનગર સુધી આ રેલી મોટરકાર, મોટરસાઈકલમાં નિકળેલ છે તેમાં ૧પ૦ થી વધારે યુવાનો જોડાયા છે ગાંધીનગર જઈ ગાય માતા માટે પાંચ માંગણીઓ સાથે આવેદન અપાશે તેમ આ યુવકોએ જણાવેલ હતું.

 સીનીયર સીટઝનો દ્વારા રોપવેનો પ્રવાસ

વેરાવળ સીનીયર સીટીઝન દ્રારા ગીરનાર રોપ વે ના પ્રવાસ નું આયોજન કરેલ હતું બે બસ દ્રારા ભાઈઓ બહેનો આમા જોડાયા હતા. પુર્વ પ્રમુખ સ્વ.ચીમનભાઈ અઢીયા પરીવાર દ્રારા સફર કરનાર તમામને સવારના નાસ્તાની વ્યવસ્થા કરાયેલ હતી.

ત્રણ જુગારના દરોડા

વેરાવળ સુત્રાપાડા વિસ્તારમાં શ્રાવણ માસના જુગાર ધામોમાં પોલીસે ત્રણ જગ્યાએ જુદા જુદા દરોડા પાડી રૂ.૩૪૧૯૦ ના મુદામાલ સાથે ર૧ શખ્સોની અટકાયત કરેલ હતી.

વેરાવળ દીવાનીયા કોલોની વિસ્તારમાં જાહેર જુગાર રમતી રહેલાઈશાભાઈ મહમદભાઈ ભાદરકા, હનીફભાઈ ઈસ્માઈલભાઈ મહીડા, ડાયાભાઈ બેચરભાઈ કાતીરા,સરફરાજભાઈ દાદાભાઈ કાલવાણીયા,મો.હુસેનભાઈ ઉર્ફે સાકીર સતારભાઈ પંછી,મોચીનભાઈ નથુભાઈ પઠાણ, જીતેન્દ્રભાઈ ઉર્ફે લક્ષ્મણભાઈ રાયસીગભાઈ વાસણ, જુબેરભાઈ રફીકભાઈ શેખને રોકડા રૂ.ર૬૪૦૦ સાથે ઝડપી પાડેલ હતા.

વેરાવળ મરીન પોલીસે હુડકો સોસાયટી માં જાહેર જુગાર રમતા બલદેવભાઈ કારૂભાઈ રાઠોડ,અમરભાઈ દીપુભાઈ રાઠોડ,ભોપતભાઈ કાળુભાઈ રાઠોડ,અનુભાઈ કનુભાઈ રાઠોડ,રાહુલભાઈ કનુભાઈરાઠોડ,બિરજુભાઈ રમેશભાઈ ડાભી,રમેશભાઈ હરીભાઈ સોલંકી ને રોકડા રૂ.રપ૮૦ તથા મોબાઈલ નંગ ૩ રૂ.૩પ૦૦ કુલ રૂ.૬૦૮૦ સાથે ઝડપી પાડેલ હતા.

સુત્રાપાડા તાલુકાના રંગપુર ગામે જાહેર જુગાર રમતા કેશુભાઈ પુનાભાઈ ચાંવ,મનુભાઈ વિરાભાઈ ચાંવ, નાથાભાઈ અખીભાઈ ચાંવ, વિરાભાઈ ખીમાભાઈ ચાંવ, ડાયાભાઈ મુળાભાઈ સોદરવા, દાનાભાઈ પીઠાભાઈ ચાંવને રોકડા રૂ.૧૭૧૦ સાથે ઝડપી પાડેલ હતા.

(1:16 pm IST)