Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ભાયાવદરમાં મોંઘવારીના વિરોધમાં આપ દ્વારા આંદોલન

(રમેશ સાંગાણી દ્વારા) ભાયાવદર તા. ૧૭ :.. ભાયાવદર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભયંકર મોંઘવારી વધી રહી છે. અને સરકાર આ બાબતે પગલાં ભરતી નથી અને દિવસે દિવસે બધી જીવન જરૂરી ચીજોના ભાવ આસમાને જઇ રહ્યા છે.

તેથી ભાયાવદરમાં આમ આદમી પાર્ટી દ્વારા રેલીનું આયોજન માટે મંજૂરી માંગેલ પરંતુ મંજૂરી ન મળતા વલ્લભભાઇ પટેલ ચોકમાં, ઉપલેટા તાલુકા આપ પાર્ટીના પ્રમુખ વિપુલભાઇ સખિયા, દિલીપભાઇ ફળદ્રુ, વલ્લભભાઇ માકડીયા, જગદીશભાઇ જાખોતરા વગેરે કાર્યક્રમોને રેલી કાઢવા જતા તુરંત જ ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઇ ગયા હતાં.

દિલીપભાઇ ફળદુ, વિપુલભાઇ સખીયાએ જણાવેલ કે આ સરકાર જનતાનો અવાસને દાબી દેવા માંગે છે. પરંતુ હવે જનતા જાગી છે અને દિવસે - દિવસે આપમાં યુવાનો જોડાઇ રહ્યા છે.

(11:59 am IST)