Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

પૂ.પ્રમુખ સ્વામી મહારાજની તિથી પ્રમાણે પુણ્યતિથી

બીજાના ભલામા આપણુ ભલુ, બીજાના સુખમાં આપણુ સુખ, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ મહામંત્ર આપ્યો'તો

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર તા.૧૭ : બીએપીએસ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના પૂ.પ્રમુખસ્વામી મહારાજની આજે તા.૧૭ને મંગળવારે તિથી પ્રમાણે પુણ્યતિથી છે. તેમનો જન્મ તા.૭-૧૨-૧૯૨૧ના રોજ થયો હતો. જયારે અંગ્રેજી તારીખ પ્રમાણે તા.૧૩-૮-૨૦૧૬ના રોજ તેઓ બ્રહ્મલીન થયા હતા.

પ.પુ.શ્રી પ્રમુખસ્વામી મહારાજ શ્રી (પૂ.બાપા) નો જીવનસુત્ર હતો કે, બીજાના ભલામાં આપણુ ભલુ છે. બીજાના સુખમાં આપણુ સુખ છે. બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે. આ હતો એમનો જીવનસુત્ર. પ.પુ.વંદનીયશ્રી પ્રમુખ સ્વામી મહારાજશ્રી દેશવિદેશમાં ભારતભરમાં અસંખ્યના હૈયામાં અપાર આદર અને પ્રેમ વ્યકિત સાથે જોડાયેલ હતા. જયા નાત, જાતના ભેદભાવ મટી જાય, જયા ગરીબ લોકોના હૈયા મટી જાય, જયા સમર્થ અને સાધારણ મેદ મટી જાય, અને જયા દેશવિદેશના સીમાળાઓ ભુસાઇ જાય એવા એક યુગ પુરૂષ પૂ.વંદનીય બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજશ્રીએ શ્રી સ્વામીનારાયણ મંદિર અક્ષરધામ સાંસ્કૃતિક પરિસર સહિત ૧૧૦૦થી વધુ મંદિરો બનાવ્યા છે.

વિશ્વમાં પર દેશોમાં અને સતર હજારથી વધારે ગામોમાં અને અઢી લાખથી પણ વધારે લોકોના ઘરોમાં જઇને ધર્મશીખ, હુફ આપીને લાખો લોકોને વ્યસનમુકત કર્યા છે.

પુ.પ્રમુખ સ્વામી મહારાજશ્રીએ વિશ્વભરમાં હજારોવાર મંડળો અને સત્સંગ મંડળીમાં એક ભગીરથી સમાજનું પ્રેમાળકાર્ય કર્યુ છે. જેમણે લાખો વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ વિદ્યાલય રહ્યા છે. એક એવા યુગ પુરૂષ કે જેમણે હજારથી વધારે સંતોને ભારતીય સંત પરંપરાનું ગૌરવ વધાર્યુ છે. દીક્ષા આપી છે. તેમજ પુ.શ્રી પ્રમુખ સ્વામી મહારાજશ્રી જયારે જયારે કોઇપણ જગ્યાએ આફત સમય આવે જેમ કે ભુકંપ, વાવાઝોડુ, સુનામી એવા સંકટ સમયમાં રસોડુ ખોલેલ છે. તેમજ કિટ વિતરણ તેમજ અનેક સહયોગ આપેલ છે. તેમજ આરોગ્યક્ષેત્રે પણ પુ.બાપાનો એક અનોખો સેવાયજ્ઞ કાયમ માટે રહેતો હતો. ગાંધીનગરમાં અક્ષરધામમાં આતંકવાદના જવાબમાં પણ પૂ.બાપાએ પ્રાર્થનાથી ક્ષમાપના આપી હતી.

જામનગર જીલ્લાના જોડીયા તાલુકાના ભાદરા મુકામે આવેલ બીએપીએસ મંદિરમાં જયા શ્રી ગુણાતીતનંદ સ્વામીજીના જન્મસ્થાનમાં આ પાવનભૂમીમાં ભાદરામાં આવેલ શ્રી સ્વામી નારાયણ મંદિરમાં પુ.શ્રી પ્રમુખસ્વામી મહારાજ અવારનવાર દર્શન કરવા પધારતા હતા.

છેલ્લે ઘણો સમય પુ.બાપા સાળંગપુર ધામમાં રહેલ હતા. તેમના વિદાયના સમાચાર જ મળતા શ્રી સ્વામીનારાયણ મંદિર (બીએપીએસ) સાળંગપુર ધામમાં હજારો સંતો તેમજ પ્રસિધ્ધ મંદિરના મહંતો, સંતો પહોચી ગયા અને લાખો હરિભકતો પુ.બાપાના અંતિમ દર્શન કરવા પધારેલ હતા.

પૂ.બાપાએ કરેલા સત સેવાના ધર્મ કાર્યો પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ શ્રી કરી રહ્યા છે. પરમ વંદનીય પુ.પ્રમુખસ્વામી મહારાજશ્રીની (પાંચમી પુણ્યતિથિ) શ્રાવણ સુદ દશમના હોય. પુ.બાપાના ચરણોમાં કોટી કોટી વંદન. જય સ્વામિનારાયણ. જય ગુરૂદેવ.

(11:53 am IST)