Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

પાણી-વિજળી પુરતા ભાવ સહિતના મુદ્દે કોટડાસાંગાણીમા ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂત સંમેલન

(બશીર બાંગા દ્વારા) કોટડાસાંગાણી તા.૧૭ : સગુન સ્કુલમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોનું સંમેલન યોજાયુ હતુ. આ સંમેલનમાં રાજકોટ જિલ્લા ભારતીય કિસાનસંઘના પ્રમુખ દિલીપભાઇ સખીયા, કોટડાસાંગાણી તાલુકા પ્રમુખ ધર્મેશભાઇ સોરઠીયા, રાજુભાઇ ભુત તથા રાજકોટ જીલ્લા અને કોટડાસાંગાણીની ટીમ હાજર રહેલી હતી. આ સંમેલનમાં બહોળા પ્રમાણમાં ખેડૂતોએ ઉમટયા હતા.

સંમેલનમાં કોટડાસાંગાણી ગોંડલી અને વછપરી ડેમમાં સૌની યોજનાનું પાણી તાત્કાલીક લાવવુ. ખેડૂતોને પુરો ભાવ મળવો, વીજળી ખેડૂતોને ટાઇમસર મળી રહે. ડેમના પાળાનું કામ સારૂ થવુ સહિતના પ્રશ્નોની રજૂઆત સરકારને કરી તાત્કાલીક નિર્ણય થાય તેવુ કોટડાસાંગાણીના ખેડૂતો ઇચ્છી રહ્યા છે.

(11:42 am IST)