Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

વડિયાની સુરગવાળા હાઈસ્કૂલમાં આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ લોકોની પાંખી હાજરી સાથે યોજાયો

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા, તા.૧૬: વડિયાની શ્રી સુરગવાળા હાઈસ્કૂલ ખાતે બગસરા પ્રાંત અધિકારી ભંડારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં વડિયાની શાળાઓની વિદ્યાર્થીની ઓ દ્વારા સંાસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યા બાદ ઇન્ચાર્જ મામલતદાર દ્વવારા પ્રસંગોચીત પ્રવચન આપાયુ હતુ. આ કાર્યક્રમમાં સ્થાનિક શિક્ષકો, રેવન્યુ અને તલાટી મંત્રી સહીત સ્ટાફ અને વિદ્યાર્થીઓ સિવાય લોકોની હાજરી પાંખી જોવા મળી હતી. જયારે દેશની આઝાદીનો ૭૫મો આઝાદી પર્વ ઉજવાતો હોય ત્યારે રાજય કક્ષાની ઉજવણીના સમગ્ર કાર્યક્રમનુ જૂનાગઢથી લાઈવ પ્રસારણ થવાનું હોય ત્યારે ૯૦% ખુરશીઓ ખાલી જોવા મળી હતી અને લોકો નહિવત સંખ્યા રૂપી પાંખી હાજરી જોવા મળતા કાર્યક્રમ નીરસ સાબિત થયો હતો. આ કાર્યકમમાં પ્રાંત અધિકારી ભંડારી, ઇન્ચાર્જ મામલતદાર વિરપારી, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ રાંક, તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ અંટાળા, મહામન્ત્રી શૈલેશ ઠુંમ્મર, સરદાર પટેલ ગ્રુપના કેશુભાઈ ઊંધાડ, ઉપ સરપંચ છગન ઢોલરીયા, તાલુકા પંચાયતના સદસ્યોં અને સ્કૂલ ના વિદ્યાર્થીઓ સહીત કર્મચારીઓ અને જૂજ ગામ લોકોની હાજરીમાં યોજાયો હતો. તાલુકા કક્ષાનો કાર્યક્રમ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સિવાય લોકોની પાંખી હાજરી હતી.

(11:41 am IST)