Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

લોધીકા તાલુકામાં 'ગો ગ્રીન' થીમ આધારિત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી : તાલુકો સમગ્ર જિલ્લામાં ફર્સ્ટ નંબરે

મામલતદાર રાણાવસીયાના હસ્તે ધ્વજવંદન : નાયબ મામલતદાર લાવડીયા અને ટીમની જહેમત સફળ

રાજકોટ તા. ૧૭ : લોકો /વિદ્યાર્થી /યુવાઓમાં ગ્લોબલ વોમિંગ કલાયમેન્ટ ચેન્જ બાબતે જાગતી આવે તે માટે લોધિકા તાલુકામાં ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગ રૂપે 'ગો ગ્રીન - ગ્લોબલ વોર્મીંગ' થીમ ઉપર ઉજવણી કરવા નક્કી કરવામાં આવ્યુ. મામલતદાર કચેરીમાં સુંદર મજાનું 'તુલસીવન' ઉભુ કરવામાં આવેલ હતું.

સૌપ્રથમ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓએ યુવાઓ અને બાળકોમાં અવરનેશ આવે તે માટે લોધીકાની ૩૭ પ્રાથમિક શાળાઓમાં 'ગો ગ્રીન કલાયમેન્ટ ચેન્જ' પર ડ્રોઈંગ સ્પર્ધા  રાખવામાં આવી જેમાં ૨૪૮૦ બાળકોએ ચિત્ર સ્પધોમાં ભાગ લીધો હતો. જેમાંથી તાલુકા કક્ષાએ બે બાળકોને પ્રથમ ક્રમાંક, દ્વિતીય - તૃતીય ક્રમાંક એક - એક બાળકોને શ્રેષ્ઠ ચિત્રમાં પસંદગી કરી, સ્વાતંત્ર્ય પર્વમાં સન્માન પત્ર આપી, સન્માનીત કરવામાં આવ્યા હતા.

તેમજ દરેક ગામોએ વૃક્ષો વાવવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા, વાવડી તથા દેવગામ નસેરીમાંથી દરેક શાળાના આચાર્યશ્રીઓએ વૃક્ષો મેળવી, વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યા અને લોધીકા તાલુકાના દરેક ગામોએ વિદ્યાર્થી દીઠ એક વૃક્ષ વાવતા, ૧૫મી ઓગષ્ટ ૨૦૨૧ના પવ સમયે તાલુકામાં કુલ ૬૯૮૦ વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું.

લોધીકા મામલતદાર ઓફીસ ખાતે ૧૦૦૧ વૃક્ષો વાવી, તાલુકા કક્ષાનો વનમહોત્સવ ઉજવવામાં આવ્યો અને વિનામુલ્યે નાગરિકોને રોપા વિતરણ કરવામાં આવ્યા એટલુ જ નહિ ગ્લોબલ વોર્મિંગની ભયાનકતા અને તેને અસરકારતા ઘટાવવા વૃક્ષો વાવવાના 'ગો ગ્રીન'ના મોટા ફલેક્ષ બેનર સ્વાતંત્ર્ય મહાપર્વની ઉજવણીના સ્થળે લગાડવામાં આવ્યા હતા. આ માટે નાયબ મામલતદાર રાણા લાવડીયા અને તેમની ટીમની જહેમત કામ કરી ગઇ હતી.

લોધીકા તાલુકામાં છેલ્લા એક વષેમાં દેવગામ નર્સરીમાં એક લાખ પચ્ચીસ હજાર આખધિયા, ફુલછોડ, ઉમારતી વિગેરે રોપાનો ઉછેર કરવામાં આવેલ છે. તેમાંથી સરકારી કચેરી, સંસ્થા, શાળાઓને એક લાખ વૃક્ષો વિનામુલ્યે આપવામાં આવેલ છે.

લોધીકા તાલુકાના વાગુદડ ગામે પડતર સરકારી જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવા, સદભાવના વૃધ્ધાશ્રમ સંસ્થાનો સહયોગ મેળવી, ૫૦૦૦ રોપાઓ સરકારી નર્સરીમાંથી આપી, વૃક્ષોનું વાવેતર કરેલ છે. જયારે ખીરસરાથી લોધીકાના રોડ ઉપર હાલ ચીભડા ગામ સુધી રોડની બન્ને સાઇડમા સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા ૫૦૦૦ વૃક્ષો વાવી, હરીયાળી સર્જી લોકોમાં વૃક્ષો પ્રત્યે, પર્યાવરણ પ્રત્યે જાગૃતી ફેલાવવામાં આવી રહી છે અને સરકારી તંત્રમાં સહયોગ કરી રહેલ છે.

મામલતદાર કચેરી, કમ્પાઉન્ડમાં આવેલ જગ્યામાં અધિકારી /કમેચારીઓના શ્રમથી સુંદર ગાર્ડનનું નિમોણ કરેલ છે. જેમાં ઇન્ડોર ગાર્ડન માટે ૬૦ જેટલા કુંડાઓને અધિકારી /કમેચારીઓ દ્વારા જાતે કલરકામ કરી, કુંડાઓમાં જુદા જુદા ફુલછોડ મુલાકાતીઓનું આકર્ષણ બને તે રીતે મુકવામાં આવ્યા, આઉટડોર ગાર્ડનમાં લીમડા, કેરંજ, બોરસલી, ચંપા વિગેરેનું વાવેતર કર્યું તેમજ શો પીસ ફુલછોડ માટે લીલી લાડણ, ચીની ગુલાબ, જાસૂદ વિગેરે ઉછેર કર્યા, તેમજ લોકોને બેસવા માટે ગાર્ડનમાં સીમેન્ટના બાકડા મુકવામાં આવેલ છે. આમ કચેરીમાં પર્યાવરણ જાૃગતિ માટે અથાગ પ્રયાસો થઇ રહેલ છે.

૧૫મી ઓગસ્ટના રોજ મામલતદાર કે.કે.રાણાવસીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ ઉજવણીમાં ઉપસ્થિત રહેલ શ્રીમતિ ગીતાબેન રાઠોડ (પ્રમુખ તાલુકા પંચાયત, લોધીકા), મોહનભાઇ દાફડા (ચેરમેન સામાજીક ન્યાય સમિતિ, જિલ્લા પંચાયત, રાજકોટ), અલ્પાબેન તોગડીયા (જિલ્લા પંચાયત સદસ્ય), મુકેશભાઇ કમાણી (પ્રમુખ ભાજપ તાલુકા પંચાયત) વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ, અધિકારીઓ - પદાધિકારીઓને આઝાદીના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ આપી હતી.

(11:40 am IST)