Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

લોધીકા-ચાંદલી માર્ગ પાસે આવેલ પૌરાણીક ઘંટેશ્વર મહાદેવ મંદિરે ૫૦ ફુટના કુવામાં કદી પાણી ખુટયુ નથી

શ્રાવણ માસમાં ભકતોની ભીડ : મહાદેવ મંદિર પ્રત્યે શ્રધ્ધાળુઓમા અપાર શ્રધ્ધા

(સલીમ વલોરા દ્વારા) લોધીકા તા.૧૭ : ચાંદલી ગામે આવેલ લોધીકા ચાંદલી માર્ગ પાસે આવેલ અને અંદાજિત ૫૦૦ વર્ષ (પુરાણા) પૌરાણિક દ્યંટેશ્વર મહાદેવ મંદિર પ્રત્યે શ્રધ્ધાળુઓમાં અપાર શ્રદ્ઘા છે આસપાસ કોઠાપીપળીયા લોધીકા જેતાકુબા વિસ્તાર તથા સમસ્ત ચાંદલી ગામના ભાવિકો અહીં શ્રાવણ માસ દરમ્યાન મસ્તક ઝુકાવે છે ધન્યતા અનુભવી રહ્યા છે દર સોમવારે જયોતિષ શાસ્ત્રીજી (બ્રાહ્મણ) શ્રી પાર્થ અદા પંડિયા દ્વારા વિશેષ પૂજા અર્ચના તેમજ હોમ હવન લદ્યુ રુદ્રી હવન ચાંદલી ગામના આગેવાનો દ્વારા સંત્સગ મંડળી કરવામાં આવે છે.

૫૦૦ વર્ષ (પુરાણુ) પૌરાણિક ઘંટેશ્વર મહાદેવ મંદિર પાસે પહેલા જુનુ ગામ હતો જે તે સમય અહીં નાનુ મંદિર હતુ. પરંતુ બાદમાં સેવકો દાતા તેમજ સમસ્ત ગામના સહયોગથી ભવ્યા મંદિરનુ નિર્માણ કરવામાં આવીયુ છે . હાલ વિશાળ જગ્યામાં ફેલાયેલ આ જગ્યા નીઆસપાસ સ્વ. દિલીપસિંહ રદ્યુભા જાડેજા હસ્તક હજારો વૃક્ષો નો ઉચ્છેર કરવામાં આવેલો છે ત્યાં બાગ બગીચો અને આજુબાજુ ગામના લોકો વનભોજન કરવા માટે આવે છે ત્યાં રહેવા માટે ની પણ ઉત્ત્।મ વ્યવસ્થા કરવામાં આવેલી છે આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે અહીં આવેલા વર્ષા પુરાણો અને ૫૦ ફુટ ઉંડા કુવામાં કદી પાણી ખુટતું નથી ઈ.સ (૧૯૮૬) ના દુષ્કાળ સમયે લોકો અહીંથી પાણી ભરતા હતા.

(11:39 am IST)