Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

મોટી પાનેલીમાં કોરોના કાળમાં સ્વર્ગીય સવાસો સ્નેહીજનોને સમસ્ત ગ્રામજનોએ એક સાથે શ્રધ્ધાંજલિ આપી

ગામ સમસ્ત આત્મીયતા અને આશ્વાસનનો સુનેહરો સંગમ : સમસ્ત ગામ સ્વૈચ્છીક સજ્જડ બંધ રહ્યું

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી,તા.૧૦: ગામમાં એક અનેરો અને સુનેહરો કાર્યક્રમ આયજીત કરવામાં આવેલ કે જેને સમસ્ત ગ્રામજનોની આત્મીયતા અને આશ્વાસન નો સુનેહરો સંગમ કહેવાય કોરોનાં મહામારી સમયે ચારેકોર હાહાકાર મચેલ હતો માનવ-માનવ વચ્ચે વિચ્છેદ હતો કોઈ કોઈનું ના હતું કુદરતના આ કોપ માં મોટી પાનેલી ગામમાં પણ મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ હતું બે માસ ના આ વિકટ સમયમાં મોટી પાનેલીએ પોતાના સવાસો જેટલાં સ્નેહી સ્વજનો ગુમાવ્યા હતા રોજ બરોજ ત્રણ થી ચાર સ્વજનો સ્વર્ગસ્થ સિધાવતા રોજ આ સ્વર્ગસ્થ આત્માઓ ના સ્નેહી મિત્રો આંખ ભીની કરી ઈશ્વરને મનોમન ફરિયાદ કરી લેતા. ના કોઈ દિલાસો પાઠવી શકતા કે ના પોતાના સ્વજન ના ગુમાવવાનો બળાપો કોઈ પાસે ઠાલવી સકતા આવી વિકટ પરિસ્થિતિ એ પાનેલીના ગ્રામજનોને ખુબ રળાવ્યા હતા.

મહામારીનો આ સમય વીતીજતા સમસ્ત ગ્રામજનોએ શ્રી ભાલોડીયા પરિવાર ગેલેક્ષી ગ્રુપના સુરુચિ વિચારને અમલમાં મૂકી મહામારી સમયમાં દિવંગત પામેલ તમામ આત્મીય ગ્રામજનોને એકસાથે શ્રદ્ઘાસુમન પાઠવી એકબીજાનો સહારો બનવા માનવ માનવ પ્રત્યેની આત્મીયતા ફરી પછી જાગૃત કરવા સર્વજન સુખાયના વિચાર સાથે આ શ્રદ્ઘાસુમન કાર્યનું આયોજન રાખેલ જેમાં સમસ્ત ગ્રામજનો જોડાઈ તમામ દિવ્ય આત્માઓને પુષ્પાંજલિ અર્પિત કરેલ બધાએ એકસાથે ઁ શાંતિ નો મંત્રજાપ કરેલ સાથેજ સંતશ્રી મુળદાસબાપુએ ભાવાંજલિ પ્રવચન આપી તમામ સ્વર્ગીય આત્માઓને મોક્ષ માટે પ્રાર્થના કરેલ તેમજ સંસદ શ્રી ધડુકે આ દિવ્ય કાર્યમાં મોટી પાનેલી ગ્રામજનોએ પોતાને પોતાનો ગણિ આ સામાજિક કાર્યમાં સામેલ કરવા બદલ સર્વે ગ્રામજનોનો આભાર પ્રગટ કરી કાર્યને બિરદાવી સર્વો સ્વર્ગસ્થ સ્નેહીઓને શ્રદ્ઘાંજલિ આપેલ. ઉપસ્થિત ગેલેકસી ગ્રુપના રાજેશભાઈ તેમજ રમેશભાઈ ભાલોડીયા એ પણ સર્વે ગ્રામજનો પર આવેલ વિપદ ઘડી માંથી બહાર નીકળી ઈશ્વર ચરણમાં સ્થાન પામેલ સ્વજનોને શ્રદ્ઘાસુમન પાઠવતા જણાવેલ સ્વજન ગુમાવ્યાનો રંજ પણ છે પરંતુ આ જન્મભૂમિ માટે દરેક સુખ દુઃખમાં સાથે રહી સમસ્ત ગ્રામજનો માટે કોઈપણ સંયોગ સમયે સાથે રહેશું.

શ્રદ્ઘાસુમન કાર્યમાં સમસ્ત ગ્રામજનોએ ગામ સ્વૈચ્છીક બંધ રાખી ભાગ લીધો હતો બહોળી સંખ્યામાં હિન્દૂ મુસ્લિમ સમાજના દરેક લોકોએ ઉપસ્થિત રહી મૃતકોના આત્માની શાંતિ અર્થે પુષ્પાંજલિ અર્પિત કરેલ.સરપંચ દ્વારા આભાર પ્રગટ કરવામાં આવેલ.

આ તકે કાર્યક્રમની પુર્ણાહુતી બાદ સંસદએ ગામના જુદા જુદા પ્રશ્ન પણ સાંભળી સ્થળ ઉપરજ તેનો નિકાલ કરવા પ્રયત્નો કરેલ.

(11:39 am IST)