Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

દક્ષિણ ગુજરાતના પૂ. પ્રભુદાદાની નિશ્રામાં દેવભૂમિ દ્વારકામાં બે દિવસીય સત્યનારાયણ કથા

ભાવનગર, તા. ૧૭ :. દક્ષિણ ગુજરાતના ચીખલી પાસે આછવણી ગામે આવેલ સ્વયંભુ પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ મંદિર આયોજીત દેવભૂમિ દ્વારકાના યાત્રિક ભુવન ખાતે તા. ૧૮, ૧૯ના સત્યનારાયણ કથાનું આયોજન નિમંત્રીત ભકતોની હાજરીમાં થનાર છે.

આછવણી (નવસારી) પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ મંદિરના ધર્માચાર્ય પૂ. પ્રભુદાદા માત્ર નિમિત્ત બની સમગ્ર ભારત ભૂમિ પર આવેલ તીર્થંક્ષેત્રોમાં વિધ-વિધ પ્રકારના યજ્ઞો સાધુ-બ્રાહ્મણચોર્યાસી અનેક વર્ષોથી કરી રહ્યા છે. નાનપણથી સેવા-યજ્ઞમાં જોડાયેલા નવસારીના ઉદ્યોગપતિ બિપીનભાઈ પરમારે એક મુલાકાતમાં જણાવ્યુ કે આછવણી (નવસારી)ના સ્વયંભૂ પ્રગટેશ્વર મહાદેવ મંદિરમાં કોઈપણ પ્રકારનું દાન, વસ્ત્ર સ્વીકારવામાં આવતુ નથી. મંદિર દ્વારા કુદરતી આફતો વેળાએ રાહત રસોડ, જરૂરીયાતમંદોને કીટ, વિદ્યાર્થીઓને પાઠયપુસ્તક-નોટબુક, શૈક્ષણિક ફી હંમેશ અપાતી જ રહે છે. ઉપરોકત સંદર્ભે બિપીનભાઈ પરમારના મો. ૯૮૨૫૦ ૫૯૫૮૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(11:32 am IST)