Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

વાંકાનેર સ્વયંભુ શ્રી જડેશ્વર મહાદેવના પ્રાગટય દિવસની ઉજવણી

વાંકાનેરઃ વાંકાનેરથી દસ કિલોમીટર દૂર સુપ્રસિદ્ઘ યાત્રા ધામ ભવ્ય શિવાલય શ્રી સ્વંયભૂ જડેશ્વર મહાદેવ મંદિર , રતન ટેકરી ખાતે ગઈકાલે શ્રાવણમાસ નો બીજો સોમવાર હોય સ્વંયભૂ શ્રી જડેશ્વર મહાદેવદાદાનો પ્રાગટ્ય દિવસ હતો. દાદાના પ્રાગટ્ય દિવસના પાવન પુણ્યશાળી દિવ્ય અવસરે બપોરે શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ના પ્રવેશદ્વાર થી 'દાદાના મોરા સાથે વાજતે ગાજતે પાલખી નીકળી હતી પાલખી યાત્રા માં લદ્યુ મહંત શ્રી જીતેન્દ્રદાસજી ગૂરૂશ્રી રવિપ્રકાશદાસજી, મહંત પૂજય શ્રી રતિલાલજી મહારાજશ્રી તથા ભૂદેવો હાજર રહયા હતા પાલખી યાત્રામાં હર હર મહાદેવ, જડેશ્વર મહાદેવ કી જય ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠેલ હતું, ત્યારબાદ સ્વંયભૂ શ્રી જડેશ્વર મહાદેવદાદા ને ૫૧ લિટરનો દૂધનો અભિષેક કરવામાં આવેલ હતો તેમજ લદ્યુરૂદ્ર, વિશેષ દાદા ની મહા પૂજા, તેમજ ઢોલ, નગારા અને શંખો, ઝાલર ના નાદથી દિવ્ય વાતાવરણ વચ્ચે શ્રી જડેશ્વર મહાદેવ ની મહા આરતી બપોરે પૂજારીશ્રી, મહંતશ્રી દ્વારા કરવામાં આવેલ છે ગઈકાલે સ્વંયભૂશ્રી જડેશ્વર મહાદેવદાદા નો પ્રાગટ્ય દિવસ હોય દાદાના દર્શન માટે મંદિર પરિસર માં લાંબી લાઈન લાગી હતી, સ્વંયભૂ શ્રી જડેશ્વર મહાદેવદાદા ના પ્રાગટ્ય દિવસની ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ હતી મહંત શ્રી રતિલાલજી મહારાજ તેમજ લદ્યુ મહંત શ્રી જીતેન્દ્રદાસજીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયેલ હતો.

(11:29 am IST)