Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

મુળીલા ગામે બળદ ભડકતા કૂવામાં પડી જતા વૃદ્વનું મોત

સોરઠા ગામે માનસિક બિમારીથી ત્રાસી વૃદ્વ અને જામનગરના યુવાનનો આપઘાત : હાલારમાં દરોડાઃ જુગાર રમતા પાંચ મહિલા સહિત ૩૧ ઝડપાયાઃ વિજરખી ગામે વાહને યુવાનને હડફેટે લીધો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૭: કાલાવડ તાલુકાના મુળીલા ગામે રહેતા સુરેશભાઈ ભગવાનજીભાઈ વાડોદરીયા, ઉ.વ.પ૦, એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, ભગવાનજીભાઈ ભવાનભાઈ વાડોદરીયા, ઉ.વ.૭૧, રે. મુળીલા ગામ વાળા ને આઠ થી દસ દિવસ પહેલા પોતાની વાડીએ હતા તે દરમ્યાન બળદ ભડકતા બળદને બાંધેલ રાસ(દોરડુ) પડકતા બળદ દોડીને કુંવામાં પડતા તેની સાથે ભગવાનજીભાઈ કુવામાં પડી જતા મૃત્યુ પામેલ છે.

કાલાવડ તાલુકાના સોરઠા ગામે રહેતા ધીરૂભાઈ પાંચાભાઈ ઉર્ફે બચુભાઈ રોરીયા, ઉ.વ.પપ એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, છગનભાઈ પાંચાભાઈ ઉર્ફે બચુભાઈ રોરીયા, ઉ.વ.૬૦, રે. સોરઠા ગામ વાળાને માનસીક બિમારી હોય કંટાળી ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન જામનગરની જી.જી.હોસ્પિટલમાં મૃત્યુ પામેલ છે.

પંચ એ પોલીસ સ્ટેશનમાં કમલેશભાઈ ઈન્દ્રસિંહ માવી, ઉ.વ.૩ર, રે. વીજરખી ગામે, હેમતભાઈ વશરામભાઈ લોખીલની વાડી વાળાએ ફરીયાદ નોંધાવી છે કે, કમલેશભાઈના ભાઈ સંજયભાઈ ઈન્દ્રસિંહ માવી, ઉ.વ.ર૮, રે. વીજરખી ગામ વાળા પોતાનું મોટરસાયકલ સાથે વિજખરી જવાના રોડ ઉપર આવેલ અબુમીયાબાપુની વાડી સામે ગોલાઈ ઉપર ઉભેલ હોય ત્યારે આરોપી અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે બેફીકરાઈથી ચલાવી હડફેટે લેતા માથામાં તથા શરીરે ગંભીર ઈજા કરી મોત નિપજાવી અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન લઈ નાશી જઈ ગુનો કરેલ છે.

હૃદયરોગની બીમારી સબબ આધેડનું મોત

મસીયતીયા ગામે રહેતા મુસ્તફા લતીફભાઈ ખીરા, ઉ.વ.૩૦ એ પંચ ભબીભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, લતીફભાઈ ઈસ્માઈલભાઈ ખીરા, ઉ.વ.પપ, રે. મસીતીયા ગામ, નવું ગામ તળકમુદીનનગર, જિ.જામનગરવાળા ને હૃદય રોગની બિમારી હોવાથી અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે.

અહીં શંકરટેકરી ઉધોગનગર સેન્ટ્રલબેંક સામે સિલન ઈન્ડસ્ટ્રીઝ પાસે રહેતા સેતુભાઈ ભોલેભાઈ નર, ઉ.વ.૩૮, એ સીટી ભસીભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, રાજુભાઈ વિરબહાદુર સુનાર, ઉ.વ.૪પ, રે. શંકરટેકરી ઉધોગનગર સેન્ટ્રલબેંક સામે સિલન ઈન્ડસ્ટ્રીઝ પાસે, જામનગરવાળા ને માનસીક બિમારી ના કારણે કોઈ પણ ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન જામનગરની જી.જી.હોસ્પિટલમાં મૃત્યુ પામેલ છે.

રંગપર વાડી વિસ્તારમાં જુગાર

મેઘપર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. જયરાજસિંહ દિલીપસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, રંગપર વાડી વિસ્તાર રેલ્વે અંડર બ્રીજ નીચે ટોર્ચ લાઈટના અજવાળામાં આ કામના આરોપી બાબુભાઈ છગનભાઈ મકવાણા, રાજેશ ભાણજીભાઈ મકવાણા, નરેન્દ્ર ભીખાભાઈ કટારીયા, હરસુખ ધરમશીભાઈ કણજારીયા, ગોવિંદગર નથુગર ગૌસ્વામી, લાલુભા અમરસંગ જાડેજા  હારજીત કરી રૂ.૧૮૦૩૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

બળદ બાંધવા બાબતે બઘડાટી

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં દિપકભાઈ રામાભાઈ પરમાર, ઉ.વ.૪પ, રે. સતાપર ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, પ્રવિણભાઈ ભવાનભાઈ રાઠોડનો બળદ ચરતા ચરતા ફરીયાદી દિપકભાઈની વાડીના સેઢા પાસે આવતા ફરીયાદી દિપકભાઈએ આરોપી પ્રવિણભાઈના બળદો પોતાના ખેતરમાં નુકશાન ના કરે જેથી બાંધી લેતા આરોપી પ્રવિણભાઈએ અમારા બળદ ને કેમ બાંધેલ છે તેમ કહી આરોપીઓ પ્રવિણભાઈ ભવાનભા રાઠોડ, રૂત્વીક પ્રવિણભાઈ રાઠોડ એ ફરીયાદી દિપકભાઈને ગાળો આપી આરોપી પ્રવિણભાઈ ભવાનભા એ ફરીયાદી દિપકભાઈને પકડી રાખી પાવડા જેવા ભંયકર હીથયારના હાથા વડે જમણા પગના ઘુંટણ ઉપર ઘા મારી તથા આરોપી રૂત્વીક એ કોદારી જેવા ભયંકર હથીયારોના હાથાવડે જમણા હાથમા તથા ડાબા પગના સાથળના ભાગે ડાબી બાજુ પડખાના ભાગે ઘા મારી શરીરે મુંઢ ઈજાઓ કરી ગુનો કરેલ છે.

રબારીકા જતા રસ્તે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાકેશભાઈ ભનાભાઈ ચૌહાણ એ ફરીયાદ નોંધાવી છે કે,  મોટાવડીયા ગામ થી રબારીકા જતા જમણી દિશામાં આવેલ તડાવની પારી માં દિનેશભાઈ નગાભાઈ પોપનીયા, રાજેશભાઈ પરસોતમભાઈ ધોકીયા, ગોપાલભાઈ જેતશીભાઈ કંરગીયા, રાજુભાઈ અરશીભાઈ ચંદ્રાવડીયા, રમેશભાઈ કાનાભાઈ કરંગીયા, નીતેશભાઈ ભીખાભાઈ કરંગીયા, રે. મોટાવડીયા ગામવાળા રૂ.૧૬૭૮૦/– તથા મોબાઈલની કિંમત રૂ.ર૭પ૦૦/– મળી કુલ રૂ.૪૪ર૮૦ ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સેન્ટમેરી સ્કુલ પાસે એકી બેકીનો જુગાર રમતા

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કિશોરભાઈ રવજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, વિનાયક પાર્ક, સેન્ટ મેરી સ્કુલ પાછળ, શેરી નં.૬ ના છેડે જાહેરમાં આ કામના આરોપી ઈન્દ્રજીતસિંહ બટુકસિંહ રાયજાદા, વિપુલસિંહ ભીખુભા જાડેજા રે. જામનગરવાળા ભારતીય ચાલણી નોટોના નંબર ઉપર એકી–બેકી ના આકડા બોલી પૈસાની હારજીત કરી જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૪,૩૧૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

પટેલ કોલોની–૯ માં જુગાર

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. હરદીપભાઈ ભરતભાઈ ધાધલ એ ફરીયાદ નોંધાવી છે કે, પટેલ કોલોની શેરી નં.–૯ રોડ, નંબર ર, શ્યામ એવન્યુ–ર, આ કામના આરોપી શશીકાંતભાઈ બાવનજીભાઈ ખાંટ, અશોકસિંહ જોરૂભા જાડેજા, દુષ્યંતભાઈ ઉર્ફે ગોટુ મનગભાઈ બારા, મયુરઘ્વજસિંહ રણજીતસિંહ જાડેજા, કૌશીકભાઈ ઉર્ફે મુનો ભુદરજીભાઈ ખાંટ, નવલસિંહ સુરૂભા જાડેજા, પૈસાની હારજીત કરી રોકડા રૂ.૪ર,૧૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જોડીયા ગામે પાંચ મહિલા ઝડપાઈ

જોડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ. વાસુદેવસિંહ નિરૂભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, જોડીયા ગામે કડીયા શેરી, રાંદલમાના મંદિર પાસે, જોશનાબેન ગોપાલભાઈ સોલંકી, જશુબા કિશોરસિંહ સોઢા, સરસ્વતીબેન અમૃતગીરી ગોસાઈ, વસંતબેન નટવરલાલ રામાવત, વર્ષાબેન નયનભાઈ ભાગ્યોદય રોનપોલીસ નામનો જૂગાર રમી રમાડી પૈસાની હારજીત કરી કુલ રોકડા રૂ.૧૬ર૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જામજોધપુરમાં વર્લીમટકા

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. રૂષીરાજસિંહ રણજીતસિંહ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, જામજોધપુરમાં પટેલ મીલની વાવ પાસે જાહેર રોડ પર આ કામના આરોપીઓ મુકેશભાઈ ગોપાલભાઈ હાંસલીયા એ વર્લીમટકાના આંકડા લખી લખાવી નશીબ આધારીત જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૭૧૦/– તથા એક મોબાઈલ ફોન કિંમત રૂ.૧૦૦૦/– મળી કુલ મુદામાલ કિંમત રૂ.ર૭૧૦/– સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપીઓ અશ્વિનભાઈ પટેલ, રસીકભાઈ, દેવાણંદ ભીખાભાઈ, મનુભા દૂરી, પ્રવિણિંસંહ, દિલીપભાઈ કોળી, કાનજીભાઈ ભાલોડીયા, નારણભાઈ ભરવાડ, રે. જામજોધપુરવાળા ફરાર થઈ ગયેલ છે.

દારૂની બે બોટલ સાથે ઝડપાયો

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કોન્સ. રોહિતસિંહ કનકસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, જાળીયા માનસર ગામ બેઠેલપુલ  પાસે નિતીનભાઈ લાલજીભાઈ ડાભી, રે. રાજકોટવાળાએ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–ર, કિંમત રૂ.૧૦૦૦/– ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

સાધના કોલોનીમાં જુગાર

સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. દિગ્વીજયસિંહ કિરીટસિંહ ગોહિલ એ ફરીયાદ નોંધાવી છે કે, સાધના કોલોની, ત્રીજો ગેઈટ વાળી શેરીમાં મીલ વાળી ગલીમાં આ કામના આરોપી મુકુંદ અરવીંદભાઈ મંગે, ગરમુખદાસ મોતીરામ દામા, પરસોતમ વાસુભાઈ ચાંદ્રા, અજય જગદીશભાઈ ચાંદ્રા, રૂ.૧૧૧૬૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:15 pm IST)