Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

લોધીકા તાલુકામાં ખેતીવાડી શાખા દ્વારા ચકાસણી કેમ્‍પનું આયોજન

(સલીમ વલાોર દ્વારા) લોધીકા,તા. ૧૭ : તાલેકા પંચાયત લોધીકા ખાતે ખેતીવાડી શાખા દ્વારા એજીઆર-૫૦ યોજના અંતર્ગત ખેડૂતો દ્વારા ટ્રેકટર ઘટકમાં રજુ કરેલ સહાય કેસોના આધારે એસેટ ચકાસણી માટે કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ. આ યોજના હેઠળ ખેડૂતોને ૪૦ પીટીઓ હોર્સ પાવર સુધીના ટ્રેકટર માટે ૪૫,૦૦૦ અને ૪૦ થી વધુ પીટીઓ હોર્સ પાવર ધરાવતા ટ્રેકટરમાં ૬૦,૦૦૦ સહાય મળવાપાત્ર છે. લોધિકા તાલુકામાં ચાલુ વર્ષે કુલ ૧૯૫ ખેડૂતોને ટ્રેકટર ખરીદવા માટે મંજુરી આપવામાં આવેલ હતી.

જેમાંથી ૬૫ ખેડૂતો દ્વારા ટ્રેકટરની ખરીદી કરી સહાય માટે આ કેમ્‍પમાં હાજર રહેલ. ખેતીવાડી ખાતાના રાજકોટ જિલ્લા પંચાયતના મદદનીશ ખેતી નિયામક એ.એલ.કોરડીયા તથા વિસ્‍તરણ અધિકારી ભવાનભાઇ ઓતરાદી તથા ગ્રામસેવક એ.કે.ચાવડા અને ડી.આર. ચંદ્રવાડીયા હાજર રહી એસેટનું વેરીફીકેશન કરવામાં આવ્‍યુ હતું.

(10:29 am IST)