Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

કચ્છમાં દિન દયાળ કંડલા પોર્ટ દ્વારા ત્રિરંગાને સલામી સાથે મેગા પોર્ટ બનાવવાનો સંકલ્પ

લાઇટીંગ અને ડેકોરેશન સાથે આઝાદીના ૭૫માં અમૃત મહોત્સવની ઉજવણી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૭ : દિન દયાળ પોર્ટ કંડલા દ્વારા દેશના ૭૫ માં સ્વાતંત્ર્યતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે આઝાદીના અમૃત મહોત્સવની થીમ સાથે સમગ્ર કંડલા પોર્ટ સંકુલને લાઈટિંગ અને રોશની સાથે ઝગમગતું કરાયું હતું. ચેરમેન એસ.કે. મેહતાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૦-૨૧ માં પોર્ટ દ્વારા ૧૧૭ એમ.એમ.ટી. કાર્ગો હેન્ડલિંગ કરાયું હતું, પોર્ટ દેશમાં નંબર વન છે. આવનારા દિવસોમાં મેગા પોર્ટ બનાવવાનો સંકલ્પ ચેરમેન શ્રી મેહતાએ વ્યકત કર્યો હતો. કોરોના સમયમાં ઓકસીજન પ્લાન્ટ, તબીબી સુવિધા પૂરી પાડી કંડલા પોર્ટ દ્વારા હમેશાં સામાજિક જવાબદારી નિભાવાઈ હોવાનું ચેરમેને જણાવ્યું હતું. આ પ્રસંગે કોરોના વોરિયર્સનું સન્માન કરાયું હતું. કાર્યક્રમ બાદ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં પોર્ટના અધિકારીઓ, ટ્રસ્ટીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હોવાનું પીઆરઓ ઓમ પ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું.

(11:38 am IST)