Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

જેતપુર આઈ.ટી.આઈ દ્વારા નવા સત્રની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ

લાભ લેવા ઈચ્છુક ઉમેદવારે તા. ૧૫ જૂન સુધીમાં ઓનલાઈન વેબસાઈટ itiadmission.gujarat.gov.in ની મુલાકાત લઈ ફોર્મ ભરવાનું રહેશે

જેતપુર આઈ.ટી.આઈ ખાતે રોજગારલક્ષી વિવિધ કાર્સની તાલીમ આપવામાં આવે છે. જેમાં નવા સત્રમાં પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નવા શરૂ થનારા સત્રમાં કોપા, ફિટર, સુઈંગ ટેકનોલોજી (સિવણ), વાયરમેન અને મિકેનિક ડિઝલ જેવા વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી આ તાલીમનો લાભ લેવા ઈચ્છુક ઉમેદવારે તા. ૧૫ જૂન સુધીમાં ઓનલાઈન વેબસાઈટ itiadmission.gujarat.gov.in ની મુલાકાત લઈ ફોર્મ ભરવાનું રહેશે. તથા સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જેતપુર (વિરપુર) પોલિસ સ્ટાફ ક્વાર્ટર સામે સ્થિત આઈ.ટી.આઈ. જેતપુર ખાતે સવારે ૯.૩૦ થી ૫.૦૦ કલાક દરમિયાન રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. તેમ આઈ.ટી.આઈ. જેતપુરના આચાર્યની યાદીમાં જણાવાયું છે.

(11:13 pm IST)