Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

હળવદ નજીક અકસ્માતમાં મોરબીના આશાસ્પદ યુવાન નિરંજન કુંડારીયાનું મોત

સીરામીક માર્કેટીંગનું કામ કરતો નિરંજન મોરબીથી રાજસ્થાન જતો'તો ત્યારે રણજીતગઢ પાસે કાર પલ્ટી ખાઇ ગઇ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧૭ : કચ્છ-અમદાવાદ હાઈવે પર રણજીતગઢ ગામના પાટિયા નજીક કાર પલટી મારી જતા મોરબીના આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી ખાતે રહેતા અને સીરામીક માર્કટીંગનું કામ કરતા નિરંજનભાઇ મહેન્દ્રભાઈ કુંડારીયા ઉ.૨૪ બલેનો કાર નંબર જીજે ૩૬ એસી ૩૮૩૪ લઈ મોરબીથી રાજસ્થાન જવા માટે નીકળ્યા હતા ત્યારે કાર હળવદ તાલુકાના રણજીતગઢ ગામના પાટિયા નજીક પહોંચતા તેઓની કાર એકા એક પલ્ટી મારી જતા નિરંજનભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં મોતને ભેટેલ યુવાનની ફાઇલ તસ્વીર.

(1:28 pm IST)