Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

અમરેલી જીલ્લાના ડેડાણમાં ગ્રામજનો વાવાઝોડા સહાયથી હજુ વંચિત

(બહાદુરઅલી હિરાણી દ્વારા) ડેડાણ તા. ૧૭ :.. અમરેલી જીલ્લાના ડેડાણમાં તા. ૧૭-પ-ર૦ર૧ ના સાંજના ૭ કલાકની આસપાસ વરસાદ સાથે ર૦૦ કિ. મી.ની ઝડપે પવન ફુકાણો  તે પણ ૧૧ કલાક વરસાદ સાથે અને ડેડાણમાં જ રૃપિયા ર૦ કરોડનું નુકશાન થયુ તેમાં મકાન ફરજા દુકાનનો પતળા વાળા મકાનને મોટુ નુકસાન થયુ હતું.

રાજય સરકારના આદેશ મુજબ સરવે કરવા વાળા કર્મચારી ઘરે ઘરે તપાસ તો કરી પરંતુ તેમની લાગવાળાઓની મન માનીથી સરવે કરયુ એકને ખોળ તો એકને ગોળ જેવુ સર્વે તો થયુ જેમને નુકશાન થયુ મકાન, જમીન દોષ થયા રહેવા માટે મકાન ન રહ્યુ સત્તા તેમને એકપણ સરકાર તરફથી રૃપિયો મળ્યો નથી. હાલ આવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હજુ સરકારની સહાયથી વંચિત છે. અને હજુ આશા છે કે સહાય મળશે.

(1:58 pm IST)