Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

અમરેલીના ફતેપુરમાં પૂ.ભોજલરામબાપાના ૨૩૭માં પ્રાગટ્ય મહોત્સવમાં પૂ.ભકિતરામબાપુના આર્શિવાદ લેતા આગેવાનો

લેઉવા પટેલ સમાજના પ્રમુખ કાંતીભાઇ વાઘિસાયા, ડાયનેમિકગ્રુપના પ્રમુખ હરેશ બાવીશી, એડવોકેટ જે.એલ.સોજીત્રા, બકુલભાઇ પંડ્યા સહિતના આગેવાનોએ ભોજલધામમાં દર્શન-મુલાકાત કરી

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી, તા.૧૭:  ફતેપુરધામમાં સાદાઈથી ઉજવાયેલ ભોજલરામ બાપાના ર૩૭ માં પ્રાગટય મહોત્સવ પર ભોજલધામ ફતેપુરના ગાદીપતિ મહંત પ.પૂ.ભકિતરામબાપુના સાનિઘ્યમાં અમરેલીના આગેવાનો સર્વશ્રી લેઉવા પટેલ સમાજના પ્રમુખ તથા અગ્રણી ઉદ્યોગપતિ કાંતીભાઈ વઘાસિયા,ડાયનેમિકગૃપના પ્રમુખ તથા લેઉવાપટેલ સમાજના સહમંત્રી પ્રા.હરેશભાઈ બાવીશી,હાઈકોર્ટ ઓફ ગુજરાતના જાણીતા ધારાશાસ્ત્રી જે.એલ.સોજીત્રા,બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના જાણીતા એડવોકેટ એન્ડ નોટરી બકુલભાઈ પંડયા,એડવોકેટ નિશિત પટેલ સહિતના આગેવાનોએ પૂ. ભોજલરામબાપાના ચરણે માથુ ટેકવી શ્રઘ્ધા અભિવ્યકત કરીને પ.પૂ. ભકિતરામબાપુના આર્શિવાદ લીધા હતા.  આ તકે ભોજલધામના સંચાલક નિખિલભાઈ સાવલિયા,જયુભાઈ સાવલિયા તથા મોટી સંખ્યામાં ભકતો ઉપસ્થિત રહયાં હતા,આશિર્વાદ લેતા ડાયનેમિકગૃપના પ્રમુખ હરેશ બાવીશીએ જણાવ્યું હતું કે ફતેપુરનું ભોજલધામ ઐતિહાસિક તથા આઘ્યાત્મિક સ્થાન છે; પૂ.ભોજલરામબાપાએ વિશ્વને પૂ.જલારામ જેવા પ્રખર શિષ્યની ભેટ આપી છે ત્યારે પૂ.બાપાના ર૩૭ માં પ્રાગટય મહોત્સવ પર દર્શન–આશિર્વાદનો લ્હાવો લેવો એ સદભાગ્યની વાત છે.

(1:12 pm IST)