Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

સાવરકુંડલા : ભોજલરામ કથાનું રસપાન

 સાવકુંડલા : ભોજલરામ જયંતિ નિમિત્તે ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમ-નિકોલ અમદાવાદ ખાતે યોજાયેલ ''ભોજલારામ કથા''માં ભોજલરામ કથાનું રસપાન ઘરમશીબાપા ભુવા દ્વારા કરાવામાં આવ્યુ હતું,  આ કાયૅક્રમમાં બાપુનગરના જનપ્રતિનિધિ (પ્ન્ખ્)  હિંમતસિંહભાઇ પટેલ,ડૉ. પ્રવિણભાઇ તોગડિયા, ડી.જી વણજારા, તરૃણ ભાઇ બારોટ, પૂર્વ ઘારાસભય  કનુભાઈ કોઠિયા,  વિરજીભાઈ સુખડીયા, હિતેશભાઇ પટેલ, દિલિપભાઈ કોઠીયા, ભીખુભાઈ બોઘાણી, ડૉ. સાગર કોઠિયા, પ્રો પ્રવીણપટેલ,અખિલ ભારતીય કૃમી પાટીદાર સમાજના આગેવાનો,મેયર કીરીટ પરમાર,ડૉ.સુરેશભાઈ પટેલ, પ્રો.જાણી, નગરસેવકા  બળદેવભાઇ પટેલ,દિપક પંચાલ,વિનુભાઈ રાદડીયા, વિલાસ બેન દેસાઇ,જે.ડી.પટેલ, ચંદુભાઈ અકબરી, અશોકભાઈ ભવાણી,  દિનેશભાઈ દુઘાત, કમલેશભાઈ કકાણી, નાથાભાઈ કાનપરીયા, ભાનુભાઈ કોઠિયા,મુકેશ પડસાળા,અશ્વિન કાનકડ, મહેશભાઈ કાનપરિયા, છગનભાઈ પટેલ,નરેશ ઘાડીયા, બાબુભાઈ પાનસેરિયા, જયંતિભાઇ પટેલ,  જીવણભાઈ કાનપરિયા, જતિન કાનપરિયા, અભીઆહીર, સાગર કાનપરિયા, પ્રવિણ કોઠિયા, તથા  અસંખ્ય મહિલાઓ અને અનેક આગેવાનો હાજર રહ્યા હતા. આ  પ્રસંગે ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમના  પ્રમુખ મગનભાઈ ભંડેરી,  લક્ષ્મણભાઇબોરડ, લાભુભઇ કોઠીયા (મંત્રી) તથા આશ્રમની કમિટી દ્વારા, દરેક મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું, કાર્યક્રમ માં અંદાજીત પાંચ હજાર ભોજલરામ બાપાના  પ્રેમી ભકતો એ  ભોજન  પ્રસાદ લીઘો હતો, આમ ભોજલરામ બાપાની ૨૩૭મી જયંતિનું ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી તેમ   મગનભાઈ ભંડેરીએ જણાવેલ હતું.

(1:10 pm IST)