Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

રાજૂલાઃ મુકતાનંદબાપુના પ્રાગટય દિને આરોગ્ય મેળો યોજાયો

રાજૂલા તા. ૧૭ :.. અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ મુકતાનંદબાપુના ૬૪માં પ્રાગટય દિને ઓઘવજીભાઇ રામજીભાઇ સોલંકી એજયુકેશન ટ્રસ્ટ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય મેળો યોજાયો હતો. જેમાં સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, નેચરોપેથી કેમ્પનું આયોજન થયું હતું. જેનો રાજૂલા-જાફરાબાદ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોએ લાભ લીધો હતો.

મુકતાનંદબાપુની ૧૬૮ બ્લડ બોટલથી રકતતુલા થઇ હતી. સર્વરોગ નિદાન કેમ્પમાં જુનાગઢના ચાપરડાની જય અંબે મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલના ડો. એમ. ડી. ચિંતન ભાલોડીયા, એમ. જે. ધીરજ સાકરે, ઓર્થોપેડીક દિવ્યેશ લીમ્બાસીયા, આંખોના નિષ્ણાંત પ્રતિક ભુવા, ગાયનેક પ્રતિક ડોબરીયા, ચર્મ રોગ સ્પેશ્યાલીસ્ટ અલ્પેશ લાખાણી, કાન, નાક, ગળાના સ્પેશ્યાલીસ્ટ રક્ષિત પીપળીયા, હૃદય રોગના સ્પેશ્યામલીસ્ટ સંદીપ સોલંકી, એલર્જીના નિષ્ણાંત દર્શન ગોસ્વામી, ડેન્ટીસ્ટ બંસી રૃપારેલીયા, ફિઝીયોથેરાપીસ્ટ પાયલ હિરપરા દ્વારા સેવા અપાઇ હતી. પૂર્ણ શકિત હોલિસ્ટિક વેલનેસ ચાપરડા દ્વારા કુદરતી ઉપચાર અન આયુર્વેદ ચિકિત્સા ધ્યાન દ્વારા ત્રણ દિવસનો યોગ કેમ્પ યોજાયો હતો.

જેમાં કુદરતી ઉપચારના નિષ્ણાંતો દ્વારા ડાયાબીટીસ, બ્લડ પ્રેસર, સ્થૂળતા, સંધિવા, ડીપ્રેશન જેવા હઠીલા રોગોની સારવાર અને જીવનશૈલી અને પરિવર્તન દ્વારા વ્યકિતગત માર્ગદર્શક અપાયુ હતું.

જેમાં સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ ભાનુભાઇ રાજગોર, વિશ્શ્ હિન્દુ પરિષદ, ચેમ્બર ઓફ કોમર્સ, રાજૂલા - જાફરાબાદ, ડોકટર એસોસીએશન, રૃદ્ર ગણગુપ હવેલી ચોક યુવક મંડળ, લાયન્સ કલબ, પરશુરામ યુવા ગ્રુપ, તથા પત્રકારો હાજર રહ્યા હતાં. સફળ બનાવવા અમરેલી જિલ્લા ભાજપના સોશિયલ મિડીયા કન્વીનર સાગરભાઇ સરવૈયા, કાનાભાઇ ગોહીલ તથા ભાવેશભાઇ સંઘવીએ જહેમત ઉઠાવી હતી.

(1:08 pm IST)