Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

ચોટીલા પંથકમાં ૨ ગુન્‍હામાં ૧૦ મહિનાથી નાસતા - ફરતા ૨ ઝડપાયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૭ : લીંબડી ડીવાયએસપી ચેતન મુંધવાની સૂચના અન્‍વયે ચોટીલા પોલીસ કાર્યરત રહેલી પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આઇ.બી.વલવી તથા ટીમના વલ્લભભાઇ, નરેશભાઇ, સરદારસિંહ વિગેરે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન ૨ ગુનેગાર અંગે ખાનગી હકીકત મળેલી અને બાતમીના આધારે પોલીસે બન્નેને ને ઝબ્‍બે કર્યા હતા. પકડાયેલ આરોપી છેલ્લા ૧૦ માસથી ૨ ગુના બાદ નાસતા ફરતા હતા.

ગારીડા ગામના રોહિતભાઇ નકુભાઇ ધાડવીને કુવાડવા દાસભાઇના કારખાનેથી તેમજ અશ્વિન ઉર્ફે બટેટો નરશીભાઇ ધોરીયાને સાતડા ગામેથી ચોક્કસ હકીકતના આધારે પકડી પાડ્‍યા હતા. પકડાયેલા બન્ને આરોપીઓ અંગે ઇ- ગુજકોપ પોકેટકોપ મારફતે ઓનલાઇન સર્ચ કરતા બંને આરોપીઓ જણાવેલા નામ સરનામાવાળા હોવાની વિગત જાણવા મળેલી. પકડાયેલા આરોપી અંગે ચોટીલા પોલીસ મથકે દારૂની હેરફેરના ગુનાઓ નોંધાયેલા છે.

જેમા ઝરીયા મહાદેવ નજીક રાજાવાડના રસ્‍તે ૨૨,૮૭,૮૦૦ના વિદેશી દારૂ સહિત કુલ મુદ્દામાલ રૂ. ૩૭,૯૫,૪૮૦ તેમજ ઝરીયા મહાદેવ પાસે ફોરેસ્‍ટ વીડમાં શીફટ કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ - ૧૦૮ રૂ.૩૨,૪૦૦ કાર તથા એક મોબાઇલ ફોન મળી કુલ મુદામાલ રૂ. ૨,૩૫,૪૦૦ નો મુદામાલ કબજે કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં તેમજ કટિંગના ગુના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડયા છે

(12:27 pm IST)